________________ - 274 હું આત્મા છું. રાજા ! આ નગરને માલિક! મારે અધિકાર પાછો મેળવવા માટે જ તમારે ત્યાં નેકરી કરવા રહ્યો હતો! હું એકલે શું કરી શકું? સૈન્ય તે મારી પાસે હતું નહીં એટલે આપને વિશ્વાસ મેળવી. આપને મારી નાખવાને એક જ શેતે હતે. એટલા માટે જ બધા જ ઘોડેસ્વારને પાછળ રાખી રથ અહીં એકાંત નિર્જન સ્થાનમાં લઈ આવ્યા. આપને મારવાના હેતુથી તલવાર મ્યાનમુક્ત કરી ત્યાં મારા પિતાજીની શિખામણ મને યાદ આવી. જેમાં મરતાં મરતાં મારી માને કહી ગયા હતા. “બેટા ! બધી જ પરિસ્થિતિમાં વૈર્ય રાખજે!” આ શબ્દો યાદ આવ્યા. અને મને થયું કે ના, આમ વિશ્વાસઘાત કરી, પ્રપંચથી રાજાને મરાય નહીં. મહારાજા! જે મારા પિતાજીના આ શબ્દો યાદ ન આવત તે મારા હાથે બહું મોટું દુષ્કૃત્ય થઈ જાત ! મહારાજા ! ગંભીરતા પૂર્વક બધી વાત સાંભળી રહ્યાં છે. તેમને જાણ હતી કે શત્રુ રાજાની રાણે જંગલમાં બાળકને ઉછેરી રહી છે. મહારાજાને પશ્ચાતાપ થયે. અરેરે! મારી રાજ્ય લિસાએ જ રાજરાણી અને રાજકુંવરના કેવા બેહાલ કર્યા? તેઓ એ સારથી-યુવકને ગળે લગાડી દીધું. ભેટી પડ્યા. અને કહે બેટા! મારે કંઈ સંતાન નથી. આજથી તું આ રાજ્યને ઉત્તરાધિકારી ! તારું રાજ્ય તે તને પાછું આપું છું. પણ મારા રાજયને માલિક પણ તું જ! બંધુઓ ! આ છે યુવાનની ધીરજનું ફળ! મેક મળ્યું હતું અને રાજાને મારી નાખત તે કેટલી વાર લાગત! પણ ના, પિતાના શબ્દો એ એના અંતરમાં રહેલા વેરભાવને ધોઈ નાખે. શત્રુની શત્રુતા દૂર થઈ અને શત્રુ રાજા પણ તેને મિત્ર જ નહીં પણ છત્રરૂપ બની ગયે. આત્મામાં રહેલ સહજ ગુણને જાગૃત કરીએ, તે તે ગુણ સ્વ-પર સહુને માટે ઉપકારક છે. બંધુઓ! આપણે સહુ આત્મા છીએ ! જયાં આત્મા છે ત્યાં ક્ષમા છે. દસ પ્રકારના ધર્મોમાં પહેલે ધર્મ ક્ષમા કહ્યો છે. તેથી જ સાધુઓને ક્ષમાશ્રમણ કહ્યા છે. તમે સહુ એ ક્ષમાશ્રમણનાં જ ઊપાસકે છે. પ્રભુએ તમને શ્રમણોપાસક જેવું સાર્થક વિશેષણ આપ્યું છે. એ વિશેષણને સાર્થક