________________ ર૭૨ હું આત્મા છું માની મંજુરી મળતાં બંને ઉપડયા. ચાલતાં-ચાલતાં પિતાનું જ નગર આવ્યું. નગરમાં પ્રવેશતાં જ યુવાનને શાંતિ-શાંતિ ને અનુભવ થવા માંડે. નગર ગમી ગયું. ત્યાં જ રોકાવા માટે માને કહ્યું H દિકરે, આજ સુધી જાણતા નથી કે પિતે રાજપુત્ર છે. આ જ પિતાનું નગર છે. વગેરે. મા કહે છે બેટા ! આ નગરમાં નહીં. ચાલ બીજા નગરમાં જઈએ. પણ દીકરાને આ નગર જ બહુ ગમી ગયું છે. શા માટે અહીં ન રહેવું? મા ને થયું. હવે આને સત્ય હકીકત કહેવી જ પડશે. એ કહે છે. “બેટા ! તને જાણ નથી પણ તું રાજપુત્ર છે. તારા પિતા આ જ નગરનાં રાજા હતાં. કેશલ નરેશે યુદ્ધમાં તારા પિતાને મારી નાંખ્યા અને રાજ્ય લઈ લીધું. હવે આ નગર પર તેમને અધિકાર છે. એમને જે કયાંયથી પણ ખ્યાલ આવી જશે કે તું અહીં આવ્યો છે, તે એ તને સુખેથી રહેવા નહીં દે. અને બેટા ! હું મારે એકને એક દીકરો ગુમાવવા નથી માંગતી ! માટે આપણે અહીં રહેવું નથી!” આ સાંભળી યુવાનનું લેહી ઉકળી ઉઠયું. એનું ક્ષાત્રતેજ ચમકી ઊઠયું. મારા પિતાને મારી, મારી મા ને રઝળતી કરનાર આ જ રાજા ! એને બદલે હું લઈશ ! એ બદલો લેવા તે અહીં જ રહેવું પડે. મા ને સમજાવી એ જ નગરમાં એક નાનું ઘર લઈને રહ્યો. બે-ચાર દિવસ પછી રાજ્યમાં જ નોકરી માટે ગયે. રાજાની નિકટ રહેવા મળે એવી કરી તેને જોઈએ છે. એનામાં તેજ છે, ચતુરાઈ છે, નિપુણતા છે તેથી તરત રાજ્યમાં જ કરી મળી ગઈ અને તે પણ રાજાનાં મુખ્ય સારથી તરીકેની જ. યુવાન ખુશ થઈ ગયે. ખૂબ જ કળાપૂર્વક, કુનેહથી રાજાને વિશ્વાસ સંપાદન કરી લીધે, ખૂબ જ આદરપૂર્વક રાજાની સેવા કરે છે. તેમને પડે બોલ ઝીલે છે. રાજા સારથી પર ખુશ છે. પિતાને જ્યાં જવું હોય ત્યાં રથમાં જાય અને આ સારથી ને જ સાથે લઈ જાય. એક વાર રાજા શિકાર ખેલવા રથ લઈને જાય છે. સારથીએ રથની લગામ સંભાળી છે. સાથે 10-15 ડેસ્વાર સૈનિકે પણ છે. નગરની બહાર દૂર-દૂર ચાલ્યા જાય છે. ક્યાંય શિકાર દેખાતું નથી. યુવાનનાં