________________ ર૭૦ હું આત્મા છું જ ખેટનું ખાતું છે આ? બીજે પાપ કરીને આવો તે મંદિર-ઉપાશ્રયમાં ભગવાન કે ગુરુની સામે પ્રાયશ્ચિત કરી શુદ્ધ થઈ શકે. પણ જે અહીં જ વેર-ઝેરની ભાવનાનું પિષણ આપતા હે તે શું થશે? ભાન છે? अन्य स्थाने कृत पापम् धर्म स्थाने विमुच्यति / धर्मस्थाने कृतं पापम् वज्र लेपो भविष्यति // એવા ચીકણ-નીકાચીત કર્મો બંધાશે, કે જે ભગવ્યા વિના છૂટકે જ નથી. અને તે પણ અત્યંત પરિતાપ સાથે ભોગવવા પડશે. માટે વેર-ઝેર નાં ભાવે અહીં ધર્મસ્થાનકમાં તે સાથે લઈને નહીં જ આવીએ. અહીં નવા વેર ઉભા નહીં કરીએ અને જે જુના વેર-ઝેર નાં ભાવ કેઈ સાથે હશે તે પણ આ સ્થાને આવી, સંતનાં ચરણમાં ભૂલી જઈશું ને હૃદય ને ક્ષમા નાં ભાવથી ભરી દઇશું !... બંધુઓ ! પૈયની જરૂર છે. ક્યારેક ધર્મસ્થાનમાં આવીને તેની વાણી સાંભળી ને બહાર નીકળે છે અને સ્થાનકના કંપાઉન્ડમાં જ ઝઘડી પડે છે ! વાણી સાંભળે તે થોડીવાર તે દીર્ય રાખતાં શીખ! પણ એ નથી બનતું ! અમને અમારા જીવનમાં એવા કટુ અનુભવ થયા છે કે સંવત્સરી જે મહાન દિવસ હોય-ક્ષમા–ૌર્યનાં વિષયમાં અનેક વાતે સંતના મુખેથી સાંભળે સાંભળતા–સાંભળતા તે જાણે એવા સુંદર ભામાં ડૂબી જાય કે જાણે વાણી આર-પાર ઉતરી ગઈ છે. પણ હજુ તે પ્રવચન પુરૂં થાય ન થાય ત્યાં તે આગ સળગી ઊઠે. હેલમાંથી પણ બહાર ન નીકળે. સંતે પાટ પર બિરાજમાન હોય તેમની મર્યાદા પણ ન રાખે ! વિચાર કેટલે ધીરજને અભાવ છે ! આ દિવસો આપણને ધીરજનાં પાઠ ભણાવવા આવે છે. આપણે દૌર્ય ધરતાં શિખી લેવાનું છે. મહાપર્વને આ સંદેશો ઝીલવાને છે. માનવમાં દીર્યતા હોય તે તેને કેટલા અનર્થથી એ બચાવી લે છે. એ એક ઐતિહાસિક વાત પરથી આપણે જોઈએ. કેશલ નરેશ બહુ બળવાન હતે. વળી રાજ્યની સીમા વધારવાની લીસા પણ ઘણી હતી. તેનાં પાડોશમાં એક નાનું રાજય હતું. એ રાજ્યની