________________ 271 અપરાધને અલવિદા સૈન્ય-શક્તિ ઓછી હતી. તેની આ દુર્બળતા જાણી કેશલ નરેશે તેના પર ચડાઈ કરી. યુદ્ધમાં પેલે રાજા મરા. કેશલપતિ જીતી ગયે હવે એ સમયે જે રાજા મરણ પામે તેની રાણી ગર્ભવતી હતી. તેણે વિચાર કર્યો કે અહીં રહેવામાં સાર નથી એટલે એ જે કંઈ ધન-આભુષણે હાથમાં આવ્યા તે લઈને ભાગી ગઈ. રાજ્યની સરહદ વટાવી એક જંગલમાં ચાલી ગઈ. ત્યાં ઘાસની નાની ઝુંપડી બાંધી રહેવા માંડી. બે-ત્રણ મહીના પછી પુત્રને જન્મ આપ્યો. તેની પાસે જે કંઈ ધન હતું તેના દ્વારા પુત્રનું પાલન કરી રહી છે. ધીમે-ધીમે ધન ખૂટવા માંડયું તે જગલમાં લાકડા કાપી નાના ગામમાં વેચે છે. આમ એ જેમતેમ પુત્રને માટે કરે છે. બાળક શેડો ભેટો થયો. સમજણ આવી. માતા ક્ષત્રિયાણું છે. તેનામાં ક્ષાત્ર તેજ ભર્યું છે. જંગલમાં રહીને પણ દીકરામાં સુંદર સંસ્કારો નાખી રહી છે. છોકરે ચતુર છે. સારા ગુણ ધરાવે છે. એ યુવાન થયે. તેનાં શરીરમાં શૌર્ય ફૂટી નીકળયું છે. દિકરાને બધી રીતે એગ્ય જોઈ રાણું કહે છે. બેટા ! હવે તારામાં ઘણું સમજણ આવી છે. મારે તને એક વાત કહેવી છે. બેટા ! તું તે હજુ પેટમાં હતું ત્યાં જ તારા પિતા આ જગતમાંથી ચાલ્યા ગયા. પણ મરતાં-મરતાં તારા માટે એક સલાહ આપી ગયાં હતાં. મને કહ્યું હતું કે આવનાર બાળકને મારા તરફથી એક શિખ આપજે કે “ગમે તેવી પરિ. સ્થિતિમાં પણ વૈર્ય ન છોડે” સાંભળી દિકરે એ બાપના વાત્સલ્ય પર દ્રવી ઉઠે. જે બાપે મારું મુખ પણ નતું જોયું એ બાપને મારી હિત ચિન્તા કેટલી ? તેણે મા ને વચન આપ્યું “મા ! ગમે તે ભેગે પિતાની શિખામણ નું પાલન કરીશ. પ્રાણુ દેવા પડશે તે દઈશ. પણ હ ચલાયમાન નહીં થાઉં !" મા ને સંતોષ થયે. જુવાન થયેલા દિકરા ને થયું. આપણે હવે શા માટે જંગલમાં રહેવું ? મા લાકડા કાપી ને જીવન ગુજારે કરે છે એમ શા માટે? એ મા ને કહે છે મા, ચાલ આપણે કઈ ગામમાં જઈએ. ત્યાં હું કામ કરીશ, કમાઈશ આજ સુધી તે મને માટે કરવા પાછળ તારી જાતને ઘસી નાંખી છે. મા, હવે તને શાંતિ આપવી તે મારી ફરજ છે. માટે ચાલ, આપણે કોઈ મોટા નગરમાં જઈએ..