________________ 269. અપરાધને અલવિદા પણ ક્ષણ માટે પણ રોકાવાનું નામ નહીં. વહ્યા કરે બસ વહ્યા કરે અને પિતાની નિર્મળતાને, પવિત્રતાને દુષિત ન થવા દે ! આ કારણે જ આપણું અંતરનાં મૈત્રી ભાવને ઝરણની ઉપમા આપી, મૈત્રી ભાવ નિરંતર વહ્યા કરે. એક ક્ષણ માટે પણ મિત્રી-અમૈત્રી રૂપ ન બની જાય. નિર્મળતા અને પવિત્રતા ના છેડે, મૈત્રીનાં કાંઠે જે કોઈ આવે સહ એને પિતાના, કેઈ પરાયા નહીં. વળી વહેતું ઝરણું આસપાસ સર્વત્ર ઠંડક અને હરિયાળી, પ્રસન્નતા આપતું જાય તેમ આપણું અંતરમાં વહેતું મિત્રી ભાવનું ઝરણું માત્ર એક જ ભાવ સાથે વહ્યા કરે. આખાયે વિશ્વનું, સકલ પ્રાણુ જગતનું શુભ થાઓ. કદી કેઇનું અશુભ ન થાય. બુરું ન થાય. પછી એ જીવે ભલે પિતાનું ગમે તેટલું બુરું કર્યું હોય ! ગમે તેટલી પીડા આપી હોય ! સતાવ્યા હોય. અરે ! માન-પ્રતિષ્ઠા-ઈજ્જતને ધક્કો પહોંચાડ હોય છતાં આપણાં અંતરમાં તે એ જ ભાવ રહે કે તેનું અહીત કદી ન થાય. બસ, આ એક ભાવના જે અંતરમાં આવી જાય તે જીવને સમતા સાધતા વાર ન લાગે. કદી કેઈનું બુરૂ કરવું નહીં કે ઈચ્છવું નહીં. આ છે સાચે મૈત્રી ભાવ! આજે ક્ષમાપનાનાં આ અવસરે એક વાત મારે કહેવી છે તે એ કે મેં જોયું છે, સાંભળ્યું છે કે સમાજમાં તમારે કઈ વ્યક્તિ સાથે કંઈ વિરોધ હોય તે તે ખાસ કરીને અહીં આ ધર્મનાં ક્ષેત્રે જ હોય છે. તમે આ ઉપાશ્રયમાં કે સંસ્થામાં આવે ત્યાં જ વિરોધ ! બહાર નહીં. બહાર તે સાથે બેસીને જમે. એક બીજાને ઘેર જઈને જમે! અરે ! એટલું જ નહીં. એક બીજાને ત્યાં વ્યાવહારિક પ્રસંગ હોય તે ચાર દિવસ અગાઉ જાવ, બધું જ કામ હોશેથી કરે. તેમને પૂરે સહગ આપે. પણ અહીં આવે તે દુમન ! આ કેવી વિરોધી વાત ! બહારનાં ઝગડા કે વેર-ઝેરને ભૂલવા માટે, ભૂલીને શુદ્ધ થવા માટે, અહીં આવવાનું છે. એનાં બદલે બહાર તે બધું બરાબર હોય અને અહીં આવે ત્યાં જ દ્વેષભાવ ઉભરાય ! આ કેવી વિડંબના! નથી લાગતું તમને કે બહુ