________________ આરાધનાનું અમૃત 267 પાંચ-સાત-દસ વ્યક્તિ કે જેના માટે ખરેખર તમારા મનમાં કંઈક વિરેધની ભાવના છે, વૈમનસ્ય છે, મતભેદ છે એટલા વ્યકિતઓને જ ખાસ ખમાવજે. એનાં પગમાં પડે. એ તમારાથી ઊંમર, સત્તા કે સંપત્તિમાં ના હોય કે મેટ ! પણ એને ખમાવજે. જેણે તમારી સાથે દુર્વ્યવહાર કર્યો કે તમે જેને કટુ શબ્દો કહી અપમાન કર્યું હોય તેવાં બધાં જ એને પ્રેમથી ગળે લગાડી ક્ષમા માગ અને ક્ષમા આપજે. પર્યષણ પર્વની-સંવત્સરીની સફળતા એ જ છે કે શત્રુને મિત્ર બનાવી દો. તમે તે બધાં બહુ શૂરવીર છે. જ્યારે કેઈ તમારી સામે વિરોધી બની આવે છે ત્યારે તમે પણ તેને બહાદૂરી પૂર્વક કહેતા હે છે કે તું શું સમજે છે? તારા મનમાં! તું શેર છે તે હું સવાશેર છું. મને બધુંય આવડે છે. હું કાંઈ કમ નથી! બંધુએ ! હું તે કહીશ કે એકવાર તે પ્રભુ મહાવીરને સામે રાખી પ્રભુને કહે કે હે પ્રભુ! હું પણ તારાથી કંઈ કમ નથી! તું મારણાંતિક ઉપસર્ગ આપનાર સામે ક્ષમા રાખી શકે છે તે હું પણ તેવી જ ક્ષમા રાખી શકું છું! તું પરમાત્મા બન્યું તે હું પણ બની શકું છું! મારામાં પણ તારા જેવું જ પર માત્મત્વ પડયું છે. હું કંઈ તારાથી કમ નથી! આમ એકવાર તે કરે! તમારી શક્તિને તમે ઓળખી લે ! મહાવીર જે કરી શકયા તે આપણે પણ કરી શકીએ છીએ! જ્યાં સુધી આપણે વર્ષોલ્લાસ સ્કૂરાયમાન થયે નથી ત્યાં સુધી જ આપણે ભક્ત અને પ્રભુ ભગવાન ! પણ જ્યારે આત્માનાં અસંખ્ય પ્રદેશ રહેલ અનંતવીર્ય ઉલ્લસિત થઈને પ્રેકટીકલ થઈ જશે ત્યારે આપણે પણ ભગવાન! જેનામાં ભગવાન બનવાની શક્તિ પડી છે તે શું ક્ષમા ન ધારણ કરી શકે ! જરૂર કરી શકે, વળી બંધુઓ ! જેની સાથે આપણે વેર ભાવ હોય છે તે પણ કઈને કઈ ભૌતિક કારણથી જ હેય છે. કાં તે આર્થિક અને વૈમનસ્ય થયું હશે. કાં તમારી પ્રતિષ્ઠાનાં કારણે સંઘર્ષ ઊભું થયું હશે. કાં તમે સત્તાધીશ હશે અને તમારી મર્યાદા નહીં જળવાઈ હોય. આમ કઈને કઈ ભૌત્તિક વ્યવહારનાં કારણે જ વિરોધ