________________ અપરાધને અલવિદા 265 તેમ એ વેર-ઝેરને શાંત થવામાં પણ નાનું નિમિત્ત જ કામ કરી જાય છે. કચ્છમાં બનેલી એક ઘટના હું તમને કહું બે ભાઈઓ હતાં. ખૂબ શ્રીમંત બાપનું ધન ઘણું હતું. બન્ને પ્રેમથી રહેતાં હતાં. એક-બીજા વગર ચાલે નહીં એટલે ગાઢ પ્રેમ બે ભાઇઓ વચ્ચે હતે. બન્ને એકબીજાને સાચવવા-સંભાળવા માટે બધું જ કરી છૂટતાં. માતા-પિતા પરલેક સિધાવી ગયા. અને ઘરમાં સંઘર્ષ ઊભું થયું. અને ભાઈઓની પત્નિઓને બનતું નથી બહુ જ નાની બાબતમાં શરૂ થતે કલહ, મોટું રૂપ ધારણ કરવા માંડે. રોજની અશાંતિ ચાલુ થઈ ગઈ. ભાઈએથી આ સહેવાતું નથી અને જુદા થવાનો નિર્ણય લેવાયે. બાપની પુષ્કળ સંપત્તિનાં ભાગ પડયા. બધી રીતે બરાબર શાંતિથી ભાગ થઈ ગયા. બંનેને સંતેષ છે પણ સુંદર કેતરકામ વાળી એક કાચની બરણ માટે વાદ-વિવાદ ઊભું થયું. એ જમાનામાં તેની કિંમત વીસત્રીસ રૂપિયાની હશે, આજે બસે-ત્રણસો કદાચ થાય ! પણ કિંમતની વાત ન હતી ! બરણ પર કરેલી નકશી, આંખ અને મનને લોભાવે એવી હતી. આ બરણી જ્યારથી ઘરમાં આવી હતી ત્યારથી બધાને જ બહ ગમતી હતી. તે બંનેને જોઈએ છે કે છોડવા તૈયાર નથી, બરણીનાં બદલામાં ગમે તેટલા પૈસા દેવા તૈયાર છે પણ બરણી છેડવા કોઈ તૈયાર નથી. કરવું શું ? બે ટૂકડા થાય તેવી ચીજ પણ નથી. અને બંધુઓ ! તમે માનશે ? આ વિવાદે કેટનાં દરવાજા ખખડાયા ! બરણી કેના ભાગમાં જાય તે માટે વકીલે સામ-સામા લડવા માંડયા. સમય વીતતે ચાલ્યો. એક—બે-ત્રણ વર્ષ, વર્ષ પર વર્ષ વીતે છે. સમય-શકિત-સંપત્તિ-ઈજજત બધેજ વ્યય થઈ રહ્યો છે. ચૂકાદો બે માંથી એકની પણ તરફેણમાં આવતો નથી. જેમ-જેમ સમય જાય છે તેમ વટને પ્રશ્ન થઈ ગયે. બંનેમાંથી કેઈ નમતું જોખવા તૈયાર નથી. પૂછજો તમારા મનને ? આ જ મને દશા છે કે તમારી ? ગમે તે ક્ષેત્રે હો પણ નમવા તૈયાર નથી. છાતી કાઢીને જ સામા થાવ છો ! આ બંને ભાઈઓને પણ આમ જ ચાલી રહ્યું છે.