________________ 264 હું આત્મા છું ઉદાર બને તે ક્ષમા સહજ થઈ જશે. બંધુઓ ! વિચારે તે ખરા જ્યાં તમારું કંઈ ચાલે તેમ ન હોય ત્યાં કેવા નરમ થઈ જાવ! નેકર હોય તે શેઠ પાસે નરમ ! અને તમે બધા શેઠ ! સરકારી ઓફિસરે. ઈન્કમટેકક્ષ–સેલ્સટેકક્ષ ઓફિસરે પાસે કેવા ગરીબ ગાય જેવા થઈ જાવ. સલામ ભરે છે ! એનાં અપમાન જનક શબ્દો પણ કેવા સાંભળી લે છે ! પણ એનું નામ ક્ષમા નથી. એ તે લાચારી છે. ત્યાં કંઈ ચાલે તેમ નથી તે શું કરે? ક્ષમા તે એનું નામ કે તમારાથી નાખે છે. નીચે છે એની કંઇ ભૂલ થઈ ને તેના પ્રત્યે ઉદાર દિલે સમતા રાખી શકે. એ તમારી ક્ષમા માંગે તે પ્રેમપૂર્વક એની પીઠ થપથપાવી એને આશ્વસ્ત કરી શકે તે જ તમારી બહાદૂરી, કહ્યું છે. - ક્ષમા સેહતી ઉસ ભુજગકે, જિસકે પાસ ગરલ હે ઉસકે કયા જે દંતહીન, વિષ રહિત, વિનીત સરલ છે. વિષધર સર્પને છે છે છતાં એ ન કરડે તે તેની વિશેષતા, પણ જેની દાઢમાંથી ઝેર કાઢી લીધું છે, જે નિર્માલ્ય થઈ ગયું છે એ સાપ ન કરડે તે તેમાં કઈ મેટી નવાઈ? તે શક્તિ હોવા છતાં ક્ષમા માગનારને હડધૂત ન કરતાં, તેના પ્રત્યે તિરસ્કાર ન દાખવતાં, પ્રેમપૂર્વક તેની વાત સ્વીકાર કરી હૃદયનાં શુદ્ધ ભાવે ક્ષમા આપી દેજે. જાણે બંધુઓ ! જે માણસ અંદરનાં વેર-ઝેર સાથે લઈને મરે, તેને કેવી ગતિમાં જવું પડે છે? ઝેરી જીવ જંતુની નિમાં, ઝેરી વનસ્પતિના રૂપમાં કે પછી સાપ કે વીંછીની ગતિમાં! બેલે કયાં જવું છે મરીને ! શું ઈચ્છે છે ? મેક્ષ ! અરે ભાઈ! મેક્ષ તે બહુ દૂર છે નજીક નથી. એટલું તે કરે કે દુર્ગતિ ન થાય ! જે વેર-ઝેર અંતરમાં સંઘરી રાખ્યા તે પરિણામ દુર્ગતિ જ છે એ નિશ્ચય માનજે. માટે જ અંતરને શુદ્ધ કરી, સદ્ગતિ મળે એટલે પ્રયાસ તે કરી લે. જેમ વેર-ઝેર થવામાં કઈ વાર નાનું નિમિત્ત જ કારણભૂત હોય છે.