________________ 262 હું આત્મા છું એ માજી આટલી તપશ્ચર્યા કરે છે. ધર્મધ્યાન કરે છે. પણ એક ના એક દીકરા અને વહુ સાથે કંઈ જ વ્યવહાર નથી રાખતા. ઈજજત નાં ડરથી જુદા મકાનમાં રહેવા નથી જતાં. પણ એક મકાનમાં જુદાં જ રહે છે. દીકરે બહુ સંસ્કારી ને ભણેલે છે. વહુ પણ એવી જ છે. તેને દીકરે તે આ ગામનાં ઘણાં મેટા માણસો પાસે જઈને રડે છે. દીકરાને આ વાત બહુ ખટકે છે પણ ડેશીને કાંઈ નથી. મહારાજ સાહેબ આપ સમજાવે. અરે! આટલા વર્ષોથી જે કઈથી ન સમજ્યા તે અમારાથી શું સમજશે. છતાં સાંજે પ્રતિક્રમણ કરવા આવ્યા ત્યારે પ્રયાસ કર્યો. પૂ. મેટા મહાસતીજીએ તેને કહ્યું : માજી મારી એક વાત માનશે? માજી તરત સમજી ગયા કે આજે મહારાજ ઘરે ગૌચરી આવ્યા હતાં અને જોઈ ગયા છે તેથી એ જ વાત હશે. તેઓ એ જે જવાબ આપે તે મામિક હતું : એ કહે : મહારાજ સાહેબ ! હું આપની એ વાત જ સાંભળવા નથી માગતી ! આપ બીજુ જે કહેશે તે કરવા તૈયાર છું. છઠ્ઠ-છઠ્ઠનાં પારણું કરું છું તે અઠ્ઠમ-અઠ્ઠમ નાં કરીશ. રજની પાંચ સામાયિક કરું છું તે આઠ કરીશ. તમે કહેશો તે બધી લીલેતરીને ત્યાગ અંદગીભર કરી દઈશ! એ સિવાય પણ આપ કહો તે કરવા તૈયાર છું. ! પણ પહેલી વાત તે આપ મને કહેશો જ નહીં. એ તે નહીં જ માનું !" બંધુઓ ! કહે! આને શું કહેવું? તમારી સ્કૂલ દષ્ટિ આ માતાને ધર્મિષ્ઠ કહે છે કે નહીં? કેટલે તપ, કેટલે ત્યાગ? પણ અંતરની વેર વૃત્તિઓને ત્યાગ નથી કરે. એ તે કહે મરીશ તે પણ વહુ દીકરી સાથે નહીં બેલું ! આવા તપસ્વીઓનાં સમાજ બહુમાન કરો! એને કંઈ કેટલીયે માળ પહેરાવે ! પણ નથી લાગતું કે આજે યુવાનેમાં ધર્મશ્રદ્ધા રહી નથી તેનાં કારણેમાં આ પણ એક કારણ છે? ધર્મની ક્રિયાઓ કરે પણ વેર-ઝેર ના છેડે !