________________ અપરાધને અલવિદા 261 એ મને કહેશે : કેમ આવવું પડયું ને? તારી ભૂલ હતી એટલે આવ્યા ને! તે તે હું નીચે દેખાઈશ! કાંઈ નીચે છું. પણ ના બંધુઓ ! એમ નથી. ક્ષમા માગવાવાળે મહાન જ હોય છે તેની અંદરને અહં ગળે તે જ એ ક્ષમા માગી શકે. સામાવાળે ક્ષમા આપે કે ન આપે છે પણ આપણે આપણા અંતરને વિશુદ્ધ બનાવવા માટે ક્ષમા માગવી જ જોઈએ. આપણે આપણાં અંત:કરણમાં ગાંઠે બાંધીને નથી રાખવી. આ ગાંઠ તે નરકનું કારણ છે. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ વેરઝેરની ગાંઠ અધીને અંતરમાં રાખે છે તે તે અનંતાનુબંધીનાં અનુબંધ કરે છે અને પરિણામે નરકમાં જાય છે. માણસ ગમે તેટલા તપ-ત્યાગ, વ્રત-નિયમ કરતે હેય પણ જે અંતર વેરભાવથી ભરેલું હોય તે તેના તપ-ત્યાગ નિષ્ફળ છે. આવા માણસો એટલા જીદ્દી હોય કે બધું જ છેડવા તૈયાર હોય પણ જેની સાથે કઈ કારણે વેરભાવ થયો છે તે વેરને પિતે મરે તેય ભૂલવા તૈયાર નથી હતા. એવા એક માજીને અમે જાણીએ છીએ. મહારાષ્ટ્રના એક ગામમાં એમે ગયા હતાં. ત્યાં લગભગ 60-65 વર્ષનાં એક માજી. ત્રણ વર્ષથી છઠ્ઠ-છઠ્ઠનાં પારણે વષીતપ કરતાં હતાં. રજની પ-૬ સામાયિક કરતાં હતાં આર્થિક સ્થિતિ બહુ જ સારી. શરીર પર 30 થી 40 તલા તે સોનું પહેર્યું હતું. અમે તેના ઘરે ગૌચરી ગયા. એક જ મેટા ઓરડામાં વચમાં પાટીશન એક બાજુ વહુનું રડું-એક બાજુ સાસુનું. બંનેએ વહરાવ્યું. અમને સમજાયું નહીં કે આમ કેમ? ઉપાશ્રય આવ્યા ત્યાં જ એ જ ગામનાં બીજા બહેને કહ્યું. મહારાજ સાહેબ આપ જ્યાં વહેરવા ગયા હતાં ત્યાં શું થયું? બે ચેક હતાં ને? અમે કહ્યું હા, અમને પણ આશ્ચર્ય થયું. તે તેઓ કહે મહારાજ સાહેબ આપ પધાર્યા ત્યારથી અમારે આપને કહેવું હતું પણ આપ અજાણ્યા તેથી કીધું નહીં.