________________ 260 હું આત્મા છું તારા વેરની તૃપ્તિ નથી થઈ ! રાતને દિવસ તું વેરની ભીષણ આગમાં જલી રહ્યો છે. તને કયાંય શાંતિ નથી. જ્યારે તારૂં વેર તૃપ્ત થશે? તે આ બધાં જ છે સાથે મૈત્રી ભાવ રાખે છે તે આજે તારી આ દશા ન હત! તારી આ સ્થિતિનું સર્જન તે જ કર્યું છે! માટે છે યક્ષ! હું તને મિત્ર ભાવે કહું છું હવે શાંત થા! વેરને ભૂલી જા ! મને તારા પર અનહદ પ્રેમ છે! એ જ પ્રેમ તું જગતનાં સર્વ જીવે પર ફેલાવી દે! તારા દિલને શાંત કર !" ભગવાનની આવી મીઠી વાણું સાંભળી શૂલપાણિ ઠરી ગયે. તેનાં રોમ-રોમમાં શીતળતા પ્રસરી ગઈ પ્રભુનાં ચરણમાં પડી કદી કેઈને ન મારવાની પ્રતિજ્ઞા કરી, શાંત થઈ ગયે ! બધુઓ! ભગવાનનાં અંતરમાં રહેલી અપાર કરૂણાએ કુરતા પર વિજય મેળવ્યું. અત્યંત કઠેર હૃદયનાં વ્યંતરને પીગળાવી શાંત કરી દીધે! આ છે ક્ષમાને અચિંત્ય પ્રભાવ ! પ્રભુ આપણને પણ આવા ક્ષમાના પાઠ શીખવે છે. આપણાં પર તે એવા મારણાંતિક ઉપસર્ગ આવવાની સંભાવના નથી. પણ નાનાં-નાનાં નિમિત્તને પણ આપણે સહન નથી કરતાં અને તરત કોધિત થઈ ઉઠીએ છીએ. કઈ ભૂલ કરે કે તરત આપણને ક્રોધ આવે છે. જરાપણ ભૂલને જતી કરી શકતા નથી તે વખતે ખામોશ થઈને વિચારી શકતા નથી કે સામી વ્યક્તિએ જે સંગમાં આ ભૂલ કરી. એ સંયેગેમાં જે હું હોઉં તે હું પણ એ જ ભૂલ કરું. તે પછી બીજા ભૂલ કરે ત્યારે હું કેમ એને માફ ન કરી દઉં? માફી આપવી. ક્ષમા રાખવી તે બહુ મોટી વાત છે. અને તેનાથી પણ મોટી વાત છે. આપણે જેમના પ્રત્યે અપરાધ કર્યો છે. તેની પાસે ક્ષમા માંગવી, ક્ષમા નહીં માગવાથી જ મતભેદ અને પછી મનભેદ વધતા જાય છે. માણસનાં અંતરથી અહં ગળે હોય તો જ એ ક્ષમા માગવા જઈ શકે. અન્યથા તે તેને એમ થાય કે હું જેની પાસે જઈશ