________________ 258 હું આત્મા છું શૂલપાણિ વિચાર તે ખરે ! ગયા ભવમાં તું કેણ હતું? તે કેટલી સેવા કરી સહુની, અને તારા મૃત્યુનાં કારણ રૂપ તું અન્યને માને છે પણ ખરેખર તારા મતનું કારણ તું જ હતું. અન્ય કેઈ નહીં! કઈ કેઈ ને મારી શકે નહીં, જીવાડી શકે નહીં ! જરા વિચાર શૂલપાણિ જરા વિચાર !" શૂલપાણિ વ્યંતર દેવ હ. અવધિજ્ઞાનથી એ જાણતું હતું કે પૂર્વ ભવે એ એક સાર્થવાહ ને ત્યાં રૂષ્ટ-પુષ્ટ બળદ હતે. સાર્થવાહને એ ઘણે પ્રિય હતે. એકવાર આ સાર્થવાહ પિતાનાં સાર્થ ને લઈ વ્યાપાર અર્થે નીકળે છે. સાથે માલ ભરેલા અનેક ગાડાઓ છે. આ ગામ પાસે એક વિશાળ નદી હતી. પણ કેઈ કારણે તેમાં ખૂબ કીચડ ભરાઈ ગયે હતું. સાર્થવાહ ને ખબર ન રહી અને બધાં જ ગાડા નદીમાં ઉતાર્યા. ગાડા કીચડમાં ફસાઈ ગયા, નીકળે જ નહીં આ બળદ ખૂબ જ શક્તિશાળી હતા તેને સહુથી આગળ છે. અને તેણે ખૂબ જ મહેનત કરી-કરી, એક-એક ગાડાને કીચડમાંથી બહાર કાઢયા. પણ આટલી શકિત વાપરવી પડી તેથી તેના શરીરને ખૂબ ધકકે પહોંચે ? નદીનાં સામે કિનારે બળદ બેસી પડ્યો. તે ઊભું થઈ શકે જ નહીં. તેના માલિકને બહુ જ પ્રિય એવે એ બળદ-આ રીતે ભાંગી પડે તે માલિકથી સહન ન થયું. સાર્થવાહે બે-ચાર દિવસ રહી બળદને ઔષધોપચાર કરાવ્યું પણ તેમ બળદ સારો થાય એવું લાગ્યું નહીં. આ સાથે અટકીને બેઠે છે. એ પણ ચાલે તેમ નથી. તેથી સાર્થવાહે આ ગામના મુખીને બોલાવી બધી વાત કરી. ઘણું ધન આપ્યું અને બળદની સારી રીતે સારવાર કરાવવા કહ્યું. સારે થયે પિતે આવીને લઈ જશે એમ પણ કહ્યું. મુખીએ સ્વીકૃતિ આપી. તેથી સાર્થવાહ બળદને ત્યાં જ છેડી, આગળ વધે. અહીં ગામ મુખીએ બે-ચાર દિવસ તે બળદને ખ્યાલ કર્યો. પણ