________________ 257 અપરાધને અલવિદા પણ ભલભલા દ્ધાને ખળભળાવી મૂકે. પણ પ્રભુને એની પણ અસર નથી. અરે! હાથીનું રૂપ લઈ પ્રભુને સુંઢમાં પકડી જમીન પર પટકે છે. ઉપર પિતાનાં બને પગે ઉભો રહી જાય છે છતાં મહાવીર મેરુ જ જેવા નિશ્ચય-ગંભીર. તેમની ધ્યાન સમાધિ તૂટતી નથી ! બંધુઓ ! વિચાર કરજે પ્રભુની આત્મ-મસ્તી કેવી હશે. સ્વ-સ્વરૂપની રમણતામાં કેવા લીને હશે ? શુલપાણિ કેધ થી વ્યાકુળ થઈ ઉઠયો છે. વેરની તૃપ્તિ થતી નથી. અંતર વેરની આગથી ભડભડ બળી રહ્યું છે તેને થાય છે કે આ તે માનવ છે કે કઈ દેવ ? કોણ છે? આટઆટલું કર્યા પછી જરાપણ ચંચળ થતું નથી ! શું કરૂં હું ? કઈ રીતે મારા મનને તૃપ્ત કરૂં ? વિહવળતા વધી પડી ! ત્યાં તે મધુર ઘંટડી જે નેહાળ સુર સંભળાયો. “શૂલપાણિ શાંત થા ! શા માટે વેરની આગમાં બળે છે ? તારે જે કંઈ કરવું હોય તે કર મારા ઉપર ! પણ તું ભૂલી ગયો ? હું તે તારે મિત્ર છું પરમ સખા છું તારા પર મને અસીમ પ્રેમ છે શૂલપાણિ !" મહાવીર નાં મુખની આવી પ્રેમાળ વાણું સાંભળી શુલપાણિ ને જ એસરવા માંડ્યો. એ વિચારે છે આ માનવ શું બોલે છે? હું એને આટલી પીડા આપું છું અને બદલામાં એ મને પ્રેમ આપે? માનવ ! હું તને આટલું દુઃખ આપુ છું અને તે કહે છે હું તારો મિત્ર છું એ કેવી રીતે ! " “હા, ભાઈ! તું માત્ર માટે જ નહીં. આખા જગતને મિત્ર છે.” આ વળી વધુ વિચિત્ર ! આજ સુધી મને કેઈએ મિત્રરૂપે સ્વીકાર્યો નથી. આટલા પ્રેમથી કેઈએ મારી સાથે વાત કરી નથી. આ કેણુ છે? શૂલપાણિ નરમ થઈ ગયે. પ્રભુએ જોયું કે યક્ષનું હૃદય પીગળવા માંડયું છે. તેનાં અંદરનું વેર શાંત થવા માંડયું છે. એટલે પ્રભુએ કે જે તેનાં હૃદયને વધુ શાંત કરવા નિર્મળ કરવા કહ્યું - ભાગ-૩-૧૭