________________ અપરાધને અલવિદા 255 તેઓએ કેવળજ્ઞાન થયાં પહેલાં છદ્મસ્થ અવસ્થામાં વિચરતા હતા ત્યારે જ અહં ગાળી નાખ્યો હતે. એટલે જ એમને કોઈ જ શત્રુ ન હતે. ભયંકરમાં ભયંકર પીડા દેનાર વ્યક્તિ પણ તેમને પ્રિય લાગે છે. જે વ્યક્તિઓ એ પ્રભુને પીડા આપી, તેને પ્રભુએ પ્રતિબંધ આપે. જેણે પ્રભુને મારણાંતિક ઉપસર્ગ આપ્યા. તેને સમજાવી-બુઝાવી–મુક્તિ નાં રાહે ચડાવી દીધાં. આ છે તેમની ચરમ કેટિની કરુણ ! પ્રભુ મહા વીરે તેમનાં સારા એ જીવનમાં કરુણું જ વહાવી છે કયાંય તેઓ વિષમતા લાવ્યા નથી. બંધુઓ ! પ્રભુ જેવી વીતરાગતા આપણું માટે દુષ્કર હાય પણ આ જીવનમાં ઉપશાંત કષાયી તે જરૂર બની શકીએ. જે એટલું થાય તે પણ કોઈ સાથે આપણી શત્રુતા ન રહે. હું તમને પૂછું તમારે મિત્ર કેટલા ? કેઈ ને બે-પાંચ-સાત-દસ. બસ મર્યાદા હશે. તો શું બીજા બધાં જ શત્રુ ? ના, એમ પણ નહીં બાકીના વ્યક્તિઓ પ્રત્યે માધ્યસ્થ ભાવ ! હા, પાંચ-સાત દુશ્મન પણ હોઈ શકે ! પણ જૈન પરંપરાએ બહુ જ ભાવવાહી સૂત્ર આપ્યું છે. મિત્ત જે સંવ્ય મૂહું સર્વ જી પ્રત્યે મારી મૈત્રી. જ્યારે આ સૂત્રો બોલે ત્યારે તેમાંથી પાંચ-સાત દુશમનો ને કાઢી નાખે અને બાકીનાં સર્વ મારા મિત્રો, એમ નહીં જે તમારાથી પ્રતિકૂળ વતે, તમને ન માને તે તમારો શત્રુ. ને જે તમારાથી અનુકુળ હોય. તમને માનતે હોય તે તમારો મિત્ર. આમાં કઈ મેટી વાત ? આ તે પશુઓમાં પણ હિોય ! તું માનવ થયે તે તારી વિશેષતા શું ? તારી સામે સંઘર્ષ કરે. તારાથી જેને વૈમનસ્ય હોય તેને પણ હૃદયથી ચાહી શકે તે જ તું સાચે જૈન ! જેન પરંપરા આવી મૈત્રી શીખવે છે. પ્રભુ મહાવીરનાં સાધના કાળમાં ઘટિત થયેલ એક પ્રસંગ આપણને મત્રી શું હોઈ શકે, તે બતાવે છે ! ભગવંત રામાનુગ્રામ વિચરણ કરતાં-કરતાં અસ્થિગ્રામ પધારે છે. ગામ તદ્દન ઉજ્જડ થઈ ગયું છે. ગામની સુંદરતા નષ્ટ થઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં હાડકાનાં ઢગલાં યત્ર-તત્ર પડયા છે. આખું યે વાતાવરણ ભયાનક દુર્ગધ થી વ્યાપ્ત થઈ