________________ અપરાધને અલવિદા અરે! આ વેર-ઝેર થયાં હોય તે પણ કેટલી નાની વાતોમાં થયાં હેય? કઈ મેટી ભયંકર વાત પણ ન હોય! આપણી અસહિષ્ણુતા કેવી-કેવી ગાંઠ મનમાં બાંધી દે અને આ વૈરાનુબંધ –ભવ ચાલે. ગ્રન્થમાં આવા અનેક જીનાં વેરની વાત આવે છે. સમરાદિત્ય કેવળી સાથે જે જીવને વેર હતું તે નવ-નવ ભવ સુધી ચાલ્યું. નવમે એવે સમરાદિત્ય નિર્વાણ પામ્યા અને અગ્નિશર્મા નામના તેમના વેરી આત્માએ અનંત જન્મ-મરણની પરંપરા વધારી. અનંત સંસાર ભટક્યા ચાલ્યા ગયા. બંધુઓ ! વેરની પરંપરા એટલી ભયાનક છે કે જીવને તેમાંથી જલ્દી મુક્ત ન થવા દે. માટે જ ખૂબ ચેતીને ચાલવાની જરૂર છે. જે અનંત સંસારનાં દુઃખ ન જોઈતા હોય તે જેની સાથે વેર-ઝેરનાં ભાવે હેય તેની ક્ષમા માગી, ક્ષમા આપી, વેરથી મુક્ત થઈ જજે. પર્યુષણ પર્વની આરાધનાની સફળતા તે એમાં જ છે કે જ્યારે આપણાં અંતરની વિષમ વૃત્તિઓમાં સુધારો થાય. પર્યુષણની સફળતા એમાં ન માનશે કે આપણે ત્યાં ઉપાશ્રયમાં કેટલું માણસ વ્યાખ્યાનમાં આવ્યું? કેટલી વધુ તપશ્ચર્યા થઈ? લેકે આવીને કહી જાય છે. મહાસતીજી આપનું આ ચોમાસુ સફળ! રોજ 2500-3000 માણસ વ્યાખ્યાનમાં આવતાં હતાં. વળી 150-200 તપશ્ચર્યા થઈ. વાહ-વાહ થઈ ગઈ! ના, હું એમાં સફળતા માનતી નથી. ગમે તેટલું માણસ આવે કે ગમે તેટલી તપશ્ચર્યા થાય પણ જેટલા પિતાને સુધારી શક્યા કપાયને મંદ કરી શક્યા, રાગ-દ્વેષ ને પાતળા પાડી શક્યા અને આત્મલયે જેની સાધનાની દષ્ટિ ખુલી એટલાએ જ પર્યુષણ ઉજવ્યા. બાકી તે રૂટિન છે, પરંપરા છે માટે આવવું, આવીને ચાલ્યા જવું. પછી ભલે એ અઠાઈનવાઈ કે માસમણ કરી લે. પણ આત્મ લક્ષ્ય જાગૃત ન થયું. અંતરનાં વિકારો ના શમ્યા. સમતા-ક્ષમાને સ્પર્શ આત્માને ન થયે તે સરવાળામાં શૂન્ય! ભૂલ કરી હોય તેની ક્ષમા માગીને, અને ક્ષમા માગવા આવે તેને ક્ષમા આપીને હળવા થઈ જજો. દિલને થોડું વિશાળ બને, થોડા