________________ અપરાધને અલવિદા 277 | ના, બંધુઓ ! આપણાં અંતઃકરણમાં અમૃત મહાસાગર ઉછળી રહ્યો છે. એને છટકાવ સર્વ જીવ પર કરીએ. ઝેર નહીં પણ અમૃતવેર નહીં પણ ક્ષમા અને આપણું આસપાસ નિર્મળ–પવિત્રશાંત વાતાવરણ ઊભું કરીએ. સહુને સુખી બનાવીએ. " બસ, બંધુઓ ! આ ક્ષમાપના મહાપર્વમાં આપણું આત્માનાં આ મૌલિક ગુણને જાગૃત કરી લઈએ. અંતરનાં એક ખૂણામાં પણ કષાયની મલિનતા ન રહી જાય. એ માટે પ્રબળ પુરુષાર્થ કરીએ. અંતરતમને વિશુદ્ધ કરી લઈ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થવાનાં રાહ પર આપણાં પગલાં ભરાય એ જ શુભ કામના