________________ અપરાધને અલવિદા 273 ચિત્તમાં વેર ભાવના જાગૃત થાય છે. એ કે સાધે છે. રથ આગળ હતે. ઘડા પાછળ હતા. એણે રથની ગતિ વધારી. ઘેડા પાછળ રહી ગયા. એટલે રસ્તે બદલી નાખ્યા. આડે રસ્તે દૂર-દૂર રથને લઈ ગયો. ગાનુયેગ એવું બન્યું કે સવારનું સુરમ્ય વાતાવરણ છે. શિતલ-મંદ હવા વહેરાઈ રહી છે. રાજાને રથમાં ઊંઘ આવી ગઈ. તેમને ખબર નથી કે રથ તે ક્યાંય નીકળી ગયું છે. ઘેડેસ્વારે પાછળ રહી ગયા છે. એ તે નિરાંતે ઊંઘે છે. સારથી પર પૂર્ણ વિશ્વાસ છે તેથી તેઓ નિશ્ચિત છે. બરાબર મોકો છે. નિજન-એકાંત સ્થાન છે. આસપાસ કેઈ નથી. યુવાનના અંતઃકરણનું વેર ઊછાળા મારી બહાર નીકળવા માંડયું. એણે પિતાની કમરે લટકતી મ્યાનમાંથી ધીરે રહી તલવાર કાઢીને સૂતેલા રાજાને માથું ધડથી જુદુ! દુશમન ને યમ સદન પહોંચાડી દઉં ! આવા ભાવથી મારવા હાથ ઊઠે છે. એટલામાં જ એને પિતાના બાપની શિખામણ યાદ આવી. “બેટા ! બૈર્ય ગુમાવીશ નહીં !" આ યાદ આવતાં જ તેને ઉગામેલે હાથ નીચે આવી ગયે. નહી". મારે ધીરજ રાખવાની છે. રાજા એકાકી છે. મારા પરના વિધ્વાસે એ નિશ્ચિત થઈ ગયા છે માટે મરાય નહીં! તલવારને મ્યાનમાં નાખવા જતાં અવાજ થયા અને રાજાની ઉંઘ ઉડી ગઈ જાગી ગયા. જાગીને જુએ છે તે સારથીના હાથમાં તલવાર છે. રાજા બેબાકળ થઈ ચારે બાજુ જેવા માંડયા. શું અચાનક કેઈ દુમનને ભેટે થઈ ગયે છે? કઈ પડી જાય છે. “મહારાજા ! માફ કરજે. હું આપને અપરાધી છું! જે મને મારા પિતાજીનું સ્મરણ ન થયું હોત તે અત્યારે આપ મારી સામે ઊભા ન હેત ! આપને મારવા જ આ તલવાર કાઢી હતી!” . મહારાજા કંઈ સમજી શક્તા નથી. એ તે પૂછે છે કે તારા પિતાજી!” સારથી એ બધી જ વાત કહી બતાવી. પછી કહેઃ “મહા ભા.૩-૧૮