________________ 256 હું આત્મા છું ગયું છે. તે નગરની બહાર એક યક્ષાયતન છે. જેમાં શૂલપાણી નામના યક્ષની મૂર્તિની સ્થાપના ગ્રામવાસીઓ એ જ કરી છે. એકાંત-નિર્જન સ્થાન જઈ એ મંદિરનાં એક ખૂણામાં સ્થિર થઈ ગયા. શૂલપાણ યક્ષે જોયું કે કોઈ દિગમ્બર વેષધારી માનવ મારા મંદિરમાં આવ્યું છે, કેમ આવે? આ મારું સ્થાન ! તેમાં કેઈ આવી જ કેમ શકે? અહં મમ બન્ને જાગ્યા અંતરમાં ! પ્રભુ ને પરેશાન કરવાને વિચાર કર્યો અને ભયંકર બિહામણા રાક્ષસના રૂપમાં આવી જેથી ચિત્કાર કરે છે. કાન ફાડી નાખે એવું અટ્ટહાસ્ય કરી પ્રભુને ડરાવવા માગે છે એની ગર્જના થી મંદિરની દિવાલ ધ્રુજી ઊઠી દૂર દૂર સુધી તેના આવાજના પડઘા પડયા. જેનાં કાને આ ઘોર ભયંકર શબ્દો અથડાયા તે ધ્રુજી ઉઠયા. પણ મહાવીર વિચલિત ન થયા. તે શૂલપાણિ એ ભયંકર સિંહનું રૂપ બનાવી ત્રાડ નાખી. હુંકાર કર્યા. પણ મહાવીરનાં કાન સુધી આવાજ જ પહોંચતું નથી. પ્રભુનું એક રૂંવાડું પણ હલતું નથી. ભયની તે વાત જ ક્યાં કરવી? શૂલપાણિ પિતાની સર્વ શક્તિથી પ્રભુને ધ્યાન ભંગ કરવા પ્રયાસ કરે છે. પણ સામે પ્રતિકિયા કંઈ થઈ નહીં તેથી વધારે ગુસ્સે થયા. જ્યારે કઈ પણ વ્યક્તિ ને અન્ય વ્યકિત ઉપર વેરની ભાવના જાગે છે. વેરને બદલે લેવા પ્રયાસ કરે ત્યારે એ છે કે સામી વ્યક્તિને ગુસ્સે કરૂં. પિડીત કરૂં ત્રાસ આપું. પણ જે સામે વ્યકિત શાંત-સ્થિર રહે તે પિલ ને વધુ ગુસ્સો આવે. એની ઈચ્છાની તૃપ્તિ ન થાય તેથી તેનું વેર વધુ કુંફા મારે. અને તેણે વિકરાળ વિષધરનું રૂપ ધારણ કરી જોર-જોરથી કુત્કાર કરવા મંડયા. આસપાસની હવા જાણે વિષમય થઈ ગઈ તેના કુત્કારના પડઘા ચારે બાજુ પડઘા માંડ્યાં. પણ મહાવીર અચલ અડેલ-નિષ્પકંપ ! ! અત્યાર સુધી મહાવીરનાં શરીરને એણે સ્પર્શ નેતે કર્યો હવે એક સાથે અનેક વિંછી નાં રૂપ બનાવી પ્રભુનાં એક-એક રોમમાં ડંખ દીધા. આખા શરીરમાં અસહ્ય પીડા થઈ રહી છે. વિંછીને એક ડંખ