________________ 254 હું આત્મા છું આજે પર્વાધિરાજ પર્યુષણને અંતિમ દિવસ. આ સાત દિવસમાં ઘણાં ભાઈ બહેને એ તપશ્ચર્યા કરી છે. પણ હવે કંઈક ત્યાગ કરવાને છે. એ શું ? પ્રથમ તે આપણું અંતઃકરણનાં ઊંડાણમાં જઈ પિતે –પોતાને નિરખીએ, વિચાર કરો! કે આ-સાત દિવસ થી કંઈક આરા ધન તે તમે કરી રહ્યાં છે. જ્ઞાનની આરાધના અન્ય પ્રકારે ન કરી શક્યા હો પણ અહીં આવીને પ્રવચન સાંભળે છે તે શ્રુતજ્ઞાન છે. માટે તે થઈ જ્ઞાનની આરાધના. વાણું સાંભળી તમારી શ્રદ્ધા ને દઢ કરી. ચારિત્રની દષ્ટિથી કંઈક કિયા– અનુષ્ઠાન, સામાયિક-પ્રતિક્રમણ વગેરે કર્યા. અને યથાશક્તિ તપ પણ કર્યો. આમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની કંઇ ને કંઈ આરાધના તે તમે કરી. એ આરાધના નું ફળ શું ? સાત દિવસ થી વાણી સુણવારૂપ જ્ઞાનની આરાધના કરે છે તેનું ફળ શું? પિતાના આત્મામાં ઉતરી, સ્વદોષોને જોવા જોઈને તેને દૂર કરવા પ્રયત્ન કરે, દુર થાય તે તે આરાધનાનું ફળ ! બંધુઓ! પ્રથમ દિવસે જ મેં તમને કહ્યું હતુ કે સાત દિવસ સુધી સ્વ-નિરીક્ષણ કરી, આઠમે દિવસે દોષને દેવા તૈયાર થઈ જવાનું છે. સાત દિવસ નાં આંતરનિરીક્ષણ માં અંતર શું કહે છે? અપરાધે ને વિદાય આપવાની સ્વીકૃતિ આપી કે નહીં તમારા અંતકરણે? બંધુઓ ! આ જીવ 18 પાપથી ઘેરાચેલે છે. નિત્ય અનેક પાપે કર્યા કરે છે. બધાં જ પાપ સાથે, રાગશ્રેષાત્મક વૃત્તિઓ જોડાયેલી છે. આ રાગ-દ્વેષનાં ભાવે જ આપણામાં સમતા કે ક્ષમા પ્રગટ થવા દેતા નથી. રાગ-દ્વેષ મંદ થાય તે જ ક્ષમા જાગે. ક્ષમા એ, જીવને પિતાને સ્વભાવ છે. પણ રાગાદિ ભાવેએ ગુણ ને આવે છે. તેથી ક્ષમા આપણું જીવનમાં પ્રેકટીકલ રૂપમાં આવતી નથી. ક્ષમા જાગૃત ન થવાનું અન્ય કારણ છે, આપણું અહં. એહું જ્યાં સુધી ગળે નહીં ત્યાં સુધી કોઈ જાય નહીં. અને ક્રોધ હટે નહીં ત્યાં સુધી ક્ષમા ગુણ અવિભૂત થઈ શકે નહીં. આવી છેઆ સાંકળ. પ્રથમ કડી આપ્યું. તેને જ જે તેડી નાખી એ તે કાર્ય સરળ થઈ જાય, પ્રભુ મહાવીરનાં જીવનની વાત ઘણી કરી.