________________ ૨૫ર હું આત્મા છું નીકળે તેમાંથી બહાર મનથી નિર્ણય કરે કે તપ-ત્યાગના નિમિત્ત કેઈની પાસેથી લઈશ નહીં અને કોઈને દઈશ નહીં.! હું આવી રીતે લઉં અને દઉં તેથી મારા જ સાધમી બંધુને મુંઝાવું પડે, ખેંચાવું પડે. સમાજ સામે ટકી રહેવા દેવું કરવું પડે એવું પાપ નહીં આચરું ! મારા શ્રીમંત ભાઈઓને તે હું પહેલાં કહીશ કે તમારી પાસે શક્તિ છે સંપત્તિ છે તે એ ખર્ચવાના સ્થાન પણ અનેક છે. તમારા સાધમી ભાઈ કે જેની આર્થિક સ્થિતિ ન હોવાથી જીવન જીવવું પણ મુશ્કેલ છે. પહેલાં તો તેની ભાળ મેળવી ગુપ્તદાન આપે કે એ સદ્ધર થઈ જાય. બીજી વાત આજે રજનાં હઝારે પશુઓ કતલખાને જાય છે, કારણ શું છે ! તમારા ઘરમાંથી પશુધન તમે કાઢી નાંખ્યું. તેનું પિષણ તમે કરી શકતાં નથી. તમે તે નથી કરતાં પણ જ્યાં પાંજરાપોળમાં પશુઓને ઉછેરાય છે. તે પાંજરાપોળને એવી સદ્ધર બનાવે કે ગમે તેટલાં પશુઓ આવે તેઓ તેનું પિષણ કરી શકે. બંધુઓ ! ખ્યાલ રાખજો કે તમારી પાસે સંપત્તિ હોવા છતાં પણ તમે જે આ બાબતમાં બેદરકાર રહે તે કતલખાને જતાં પશુઓની હિંસાનાં પાપનાં ભાગીદાર તમે પણ છે. તમે તેમાંથી છટકી જઈ શકતા નથી. તમે કહેશો કે અમે પશુઓને કતલખાને એકલતા નથી. તે જાય તો અમે શું કરીએ ! ના બંધુઓ! તમે જે આંખો બંધ કરીને બેસી રહેશે અને કતલખાને જતાં અટકાવવા માટે કંઈ જ પ્રયાસ નહીં કરે તે અનુમંદનાનું પાપ તે હેરી જ લ્યા છે! હું તમને એ કહેવા માગતી હતી કે તપ સાથે દાનને જોડવા ઈચ્છો છે તે એ રીતે જોડે કે જેથી તમને આત્મિક લાભ થાય અને લેનારને દ્રવ્ય લાભ થાય. કઈ એવી સંસ્થાઓ, જીવદયા ખાતાં, જ્ઞાનખાતામાં ગમે ત્યાં આપી શકે છે. પણ તપ સાથે વાસણ વગેરેની લાણું આપવાની કુ-પ્રથાને હવે આ સમયમાં ત્યાગ થવો અત્યંત જરૂરી છે. માટે તમને સહુને કહીશ કે આ ત્યાગ કરશે. આજના આ યુગમાં આ પ્રથા ઉચિત નથી માટે એ કુ-પ્રથા જ છે. બસ, વધુ ન કહેતા સહુ પ્રતિજ્ઞા કરે એવી ભાવના...... - આ ચાતુર્માસમાં અનેક ભાઈ-બહેને એ આવી પ્રતિજ્ઞા કરી, આખા એ ચાતુર્માસ માં તપ-ત્યાગ ઘણું થયા પણ લાણું–પ્રભાવના નહીં માત્ર નિર્જરાનાં ધ્યેયથી જ તપશ્ચર્યા થઈ. સંઘના ભાઈ-બહેનને ધન્યવાદ