________________ 251 કાંતિવીર મહાવીર 2500-3000 ભાઈઓ-બહેને બેઠા છે. કહે તમારા કેઈનાં ઘરમાં એક નાનું વાસણ-વાટકી કે ડીસ આવશે તે તમારૂં કયું દળદાર ફીટી જવાનું? કયાં બંગલા બંધાઈ જવાના ? છે કેઈ લાભ ? વિચાર તે કરે આ મેંઘવારીના જમાનામાં લ્હાણી દેનારને 8-10-15 હઝારને ખર્ચે થાય અને જેનું પરિણામ શૂન્ય. વાટકી લઈને અહીંથી બહાર જશે અને દેનારની જ નિંદા કરશે ! કેવી છે વાટકી ! આપણે તે મેડામાં જૂને કચરો પડે છે. તેમાં કચરે વધ્યો ? જે આવું જ કહેવું છે તે શા માટે આ પ્રથા નથી તેડતા ? જેમાં કંઈ જ લાભ ન હોય તે શા માટે ચાલું રાખવું ? વિચારે ! ઘણાં બિચારા એવા સાધારણ માણસ હોય છે કે જેને શારિરીક-માનસિક શક્તિ હોય છે કે જે મોટી-મોટી તપશ્ચર્યા કરી શકે. પણ આર્થિક સ્થિતિ ન હોય તે તેઓ તપશ્ચર્યા કરી શક્યાં નથી. તેઓ કહેતા હોય છે કે એમને તપ કરવાની શક્તિ તે છે પણ સમાજ સાથે ઊભા રહેવાની શક્તિ નથી. બંધુઓ ! આપણા સમાજનાં ભાઈઓ-બહેને જે આવા કારણે તપ ન કરી શક્તા હોય તે તે તપની અંતરાય આખી સમાજને લાગે છે. સામુદાયિક બાંધેલી અંતરાય સામુદાયિક ભેગવવી પડે. જે અનેક રીતે ભગવાતી હોય છે. કેટલાક ગામમાં ઉપાશ્રય હોય, આપણે સમાજ પણ મોટો હોય, સાધુ-સંતને વેગ પણ થતું હોય પણ સમાજ માં કોઈ વ્યક્તિ ખરા દિલથી ધર્મ કરી ન શક્તો. હાય. ધર્મ કરવાનાં ભાવ જ ન જાગે ! એવા-એવા ગામ હોય છે કે સાધુ સાધ્વી ત્યાં ચાતુર્માસ જાય. કેટલી મહેનત કરે. પણ સમાજમાં ધર્મ કરવાને ઉલ્લાસ જ ન જાગે. આ છે સામુદાયિક અંતરાય કર્મનું સામુદાયિક ફળ! બંધુઓ ! માફ કરે. પણ મોટા શહેરમાં તે લાણી દેવાના competition ચાલે છે ! એક વ્યક્તિ 25 રૂપિયાવાળ વાસણ આપે તે બીજે ૧૦૦નું આપે, તે ત્રીજે 500 નું આપે. એટલું જ નહીં સોનાની એનેને વીંટીઓ અપાય! હું તમને પૂછું છું કે તમારી મહામૂલી તપશ્ચર્યાને શા માટે આટલામાં વેંચી દો છો? જે તપશ્ચર્યા અનંત-અનત કર્મ નિર્જરા કરી આત્મ શુદ્ધિ કરે છે. તેનું મૂલ્ય સ્ટીલ-ચાંદી કે સોનામાં આંકે છે ! મારા ભાઈઓ ! બહુ ભ્રમમાં છે, ભૂલાવામાં પડ્યા છે!