________________ ર૫૦ હું આત્મા છું વળી જે પ્રથાઓથી કેટલાક ને ખમવું પડતું હોય, જીવનમાં મુશ્કેલી ઊભી કરે એવી હોય તેને તે સર્વ પ્રથમ તિલાંજલિ આપી દેવી જોઈએ. બંધુઓ ! પર્યુષણ પહેલાં પણ મેં તમારી સામે વાત રાખી હતી. આજે ફરીથી કહું છું કે આપણે ત્યાં આ એક પરંપરા છે કે અઠ્ઠાઈ કે એથી વધુ તપશ્ચર્યા કેઈ કરે તે એણે સાંજ-પ્રભાવના લાણું કંઈક કરવું જ જોઈ એ આખાયે સમાજ ને એ અપેક્ષા રહે કે અમુક વ્યક્તિ એ તપશ્ચર્યા કરી છે તે આપણને કાંઈક મળવું જોઈએ. જે ન આપે તે સમાજની વ્યક્તિઓ જ બોલશે કે આ તે લાંઘણ કરે છે. તમને આપે તે જ તપશ્ચર્યા સાચી ? ન આપે તે લાંઘણુ આ ડેફિનેશન કેસે બનાવી ? ક્યાંથી લાવ્યા ? તમે જ છે ને આ કહેનારા ? શા માટે આ કુ-પ્રથાઓમાં અટવાવ છે? જે કાળમાં આ પ્રથા શરૂ થઈ હશે ત્યારે એ વખતનાં દેશ-કાળ અનુસાર કદાચ એ જરૂર હશે. પણ આજે નથી. વળી એ વખતે પણ કદાચ આવી પ્રથા નહીં હોય. અમે મેંગર પાસે મુડબિદ્રી તીર્થ છે જૈનેનું, ત્યાં ગયા હતાં. ત્યાંના મઠમાં એક સરખા અનેક શાસ્ત્રો તાડપત્રી પર લખેલા હતા. એક જ શાસ્ત્રની અનેક પ્રત ! અમને આશ્ચર્ય થયું કે એક જ શાસ્ત્રની આટલી પ્રતની શી જરૂર ! શા માટે આટલી છે. પૂછયું તે ખુલાસો મળ્યો કે આજથી 800 થી 1000 વર્ષ પહેલાં અહીં એ રિવાજ હતું કે કઈ તપશ્ચર્યા કરે તે તેઓ લહિયા પાસે આવા શાસ્ત્રો તાડપત્રી પર લખાવે, અને આખા સમાજમાં ઘરે-ઘરે પ્રભાવના કરે. જેથી શ્રતની સેવા થાય. ધર્મની પ્રભાવના થાય. ઘરે ઘરે શાસ્ત્રો હોય તે આપણું આગમ સાહિત્ય સચવાઈ રહે. કેટલાક એ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે તે તેનું જ્ઞાન પણ વધે. આવા અનેક હેતુઓથી આ પ્રભાવના કરવામાં આવતી. એ જુના શાસ્ત્રો નું ઘર-ઘરથી કલેકશન કરી હવે મઠમાં રખાયા છે ! બંધુઓ ! આનું નામ પ્રભાવને ! એ પ્રથા વાસણમાં કયારે પૂરાઈ ગઈ તે મને ખબર નથી. પણ હું તમને પુછું આજે અહીં તમે .