________________ કાંતિવીર મહાવીર 249 જ સર્જીત થઈ રહ્યા હતાં અને છેલ્લે દિવસે જ પૂરા થવાનાં હતા. પણ રેજ-રેજ નગરમાં આહાર લેવા જઈ નગરવાસીઓના દિલમાં એક જાતની વ્યાકુળતા ઊભી કરી દીધી. એટલું જ નહીં રાજા–મંત્રી, શેઠ -શ્રીમતે સહુનાં અંતરને એવી રીતે તૈયાર કર્યા કે સમય આવે પ્રભુ જે કરવા ઈચ્છે છે તે સહજ રીતે થઈ જાય. જનમાનસ ને ઉલિત કર્યું અને એમ નગરજને-અને રાજાનાં દ્વારા જ આ કામ કરાવ્યું. પ્રભુને કહેવું ન પડયું કે આ પ્રથા દૂર કરે. ચંદનાની દારૂણ દશા, સુધી સહુને પહોંચાડવા હતાં. સહુએ નજરે નિહાળ્યું. રાજપુત્રીની અધમ દશા જોઈ અને વ્યાકુળ થયેલા હુદય પલળી ગયાં. અન્યથા રાજા-મહારાજાઓ પાસે, સત્તાધીશે પાસે કેઈ કામ કરાવવું સહેલું નથી. પ્રભુએ જનમાનસને સમજી તેનાં દ્વારા જ આ કામ કરાવ્યું. બંધુઓ ! લોકો કહે છે કે પ્રભુને અભિગ્રહ હતા તેર બેલને ! પણ ના, હું કહીશ કે પ્રભુને અભિગ્રહ હતું કે જ્યાં સુધી દાસત્વ પ્રથા ને દૂર કરવાનાં ભાવે રાજવીનાં અંતઃકરણ માં નહીં જન્મે ત્યાં સુધી આહાર નહીં લઉં ! અને પ્રભુને અભિગ્રહ ફળે. આપણે સહુ ચંદનાની આ કહાની માત્ર, કહાની રૂપે જ જાણુએ છીએ. પણ આ રીતે તેની પાછળનાં હાર્દને સમજવાનો પ્રયાસ કર્યો ખરે! પ્રભુએ શા માટે અભિગ્રહ કર્યો ! અરે ! દાસ પ્રથામાંથી જ ચંદનાને મુક્તિ અપાવી એટલું જ નહીં પણ તેને પોતાની પ્રથમ શિષ્યા બનાવી. નારીત્વ નું ગૌરવ કર્યું ! હા, તે બંધુઓ! પ્રભુએ જેવી રીતે આધ્યાત્મિક ઉત્થાન ન માગ બતાવ્યો તેમ આપણે સામે સામાજીક ઉત્થાન ને પણ એક આદર્શ પ્રસ્તુત કર્યો. તમારી પાસે રહેલી શારિરીક, માનસિક, આર્થિક, અધિકારી, શક્તિઓને ઉપયોગ. આવી સામાજીક કુ-રૂઢીઓને દૂર કરવા માટે કરજો. યુગેયુગે કંઈ કેટલીયે કુ-પ્રથાઓ ચાલી આવતી જ હોય છે. ધર્મનાં ક્ષેત્રે પણ આવા રિવાજે ઘર કરી ગયા હોય છે. જે સમય બદલતાં બદલાવા જોઈએ. પણ આપણે એમ જ ચલાવતાં હોઈએ છીએ.