________________ અપરાઘને અલંવિંદા...! વતરાગ પરમાત્મા અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના વિભાવદશાને સંપૂર્ણ નષ્ટ કરવા માટે છે સંસારનાં સર્વ જી વિભાવમાં જીવી રહયાં છે. વિભાવ છે ત્યાં જ ભ્રમણ છે. સ્વભાવ છે ત્યાં સ્થિરતા છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં ત્યાજ્ય જે કંઇ હોય તે તે વિભાવ છે. અંતરને વિભાવ છૂટે, વૃત્તિએ છૂટે તે બાહ્ય ત્યાગ સહજ છે. વિભાવને સમજી, વિભાવનાં પરિણમન ને સમજી, વિભાવના પરિ. ણામ ને સમજી, તેને દૂર કરવા માટે જ પૂર્વાચાર્યો એ આવા પર્વોનું નિર્માણ કર્યું છે. હંમેશા સંસારનાં વ્યવહારમાં મસ્ત રહેતે જીવ આવા પર્વોનાં નિમિત્તે પરમાંથી સ્વ તરફ વળી શકે, પિતે પિતાનું નિરીક્ષણ કરી શકે. પરમાં અશાંત રહે તે માનવ સ્વમાં શાંત થઈ શકે માટે જ આ પર્વની મહત્તા છે. જૈન પરંપરાના પ્રત્યેક પર્વ સાથે તપ-ત્યાગ જોડાયેલા છે, શા માટે? સારા યે જીવનની પ્રવૃત્તિ ખાવા-પીવાનાં કારણે જ છે. તેની પાછળ જ બધું પાપ છે, સંઘર્ષ છે, સાથે સંસાર આ પ્રવૃત્તિ પાછળ જ છે. ક્ષણભર માટે માની લો કે માનવ–પશુ-પંખી કોઈને ય ખાવાનું જ ન હોત તે. પ્રવૃત્તિ શું બચત ? મેટા ભાગનાં કાર્યો સુધા-તૃષાની તૃપ્તિ માટે જ છે. માટે જે પર્વોનાં દિવસે માં ખાવા-પીવાનું બંધ થાય તે તેની પાછળ ને આરંભ–સમારભ રોકાઈ જાય. અને સમય પણ બચે. એ સમયમાં માનવ પિતા તરફ જોઈ શકે. આપણું પ મનરંજન માટે નથી હોતા પણ આત્મ વિકાસ માટે હોય છે. તપ-ત્યાગ વિના આત્મ શુદ્ધિ થતી નથી. તેથી જ આપણુમાં મહાપુરુષોએ પર્વો સાથે તપ-ત્યાગની મહત્તા પણ ગાઈ છે.