________________ 247 કાંતિવીર મહાવીર પ્રભુએ એક દષ્ટિ આ દાસી પર નાખી અને પાછા ફરવા પગ ઉપાડ. ભાગ્ય કયારે ખુલશે ! આંગણે આવેલા નાથ પાછા ફરે છે?” અને આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી. પ્રભુએ જરા પાછળ વળી જોયું. દાસીની આંખમાં અશુ યા અને એ દિગમ્બર પ્રભુએ પિતાનાં બને હસ્ત લંબાવ્યા, દાસીએ અંતરનાં ઉલ્લાસ ભાવે પ્રભુનાં કરપાત્રમાં બાકુના વહેરાવ્યા. પ્રભુને અભિગ્રહ ફળે. પ્રભુએ પારણું કર્યા. અને ગગનમાં દેવદુંદુભિ વાગી. એ જ ક્ષણે ચમત્કાર થયે. દાસીનાં હાથ-પગની બેડી તૂટી ગઈ. મૂંડીત મસ્તક પર સુંદર કેશ કલાપ થઈ ગયે. સોળે શણગાર શરીર પર થઈ ગયે. દાસી આગળ આવી પ્રભુનાં ચરણોમાં ઢળી પડી. દેવેએ સેનૈયાની વૃષ્ટિ કરી. સાથે રહેલા સહુ નર-નારી આશ્ચર્ય વિભોર થઈ થયા. પ્રભુ એ એક દાસીનાં હાથે, એક ગુલામડીના હાથે પારણું કર્યું ! બંધુઓ ! કહાની અહીં સમાપ્ત થાય છે. પણ પ્રસંગનું હાર્દ અહીંથી શરૂ થાય છે. મેં પહેલાં કહ્યું તેમ પ્રભુ સાથે રાજા-રાણુ હતાં, મંત્રી, શેઠ, શ્રીમતે અનેક સ્ત્રી-પુરુષ હતાં ! રાજા શતાનીક અને રાણી મૃગાવતી આગળ આવી ઓળખવા પ્રયત્ન કરે છે. કેણ છે એ ભાગ્યશાળી યુવતી ? દાસી હોવા છતાં પ્રભુનાં અભિગ્રહને પૂર્ણ કરવા એ ભાગ્યશાળી બની ! અને તરત ઓળખી ગયા. મૃગાવતીની જ બહેન ધારિણું ની પુત્રી વસુમતિ. જેઈને બને શરમિન્દા બની ગયા. અરેરે ! એક રાજપુત્રી ! આપણી જ ભાણેજ. આપણે રાજ્યમાં દાસત્વ વેઠી રહી છે ? રાજાને પોતાની જાત પર તિરસ્કાર છૂટયો ! અરે ! આટલી સમજદારી હોવા છતાં મેં દાસ પ્રથાને પોષણ આપ્યું. દાસ ને ખરીદવા ની છૂટ આપી તે મારી વસુમતિને પણ દાસ બનવું પડ્યું! ધિકકાર છે મારી બુદ્ધિ ને ? તેઓ સજળ નયને પ્રભુનાં ચરણોમાં પડી ગયા. પ્રભુ સમક્ષ પ્રતિજ્ઞા કરી, પ્રભુ આજથી મારા સમગ્ર રાજ્યમાંથી દાસત્વ પ્રથા ને દૂર કરૂં છું. જેનાં–જેનાં ઘરમાં ખરીદાયેલા દાસ-દાસીઓ, હોય તે