________________ 246 આત્મા છું" કેનાં હાથે અભિગ્રહ પૂરો થાય છે એ જાણવાની સહુને ઉત્સુકતા થાય છે. પણ પ્રભુ તે ઘેર-ઘેરથી પાછા ફરે છે. જેના ઘરથી પાછા ફરે તેને અત્યંત દુખ થાય છે. બંધુઓ! તમારે ત્યાં સંત-સતીજી પધારે અને અસુઝતું થાય અથવા કેઈ કારણે વહેરાવી ન શકે તો કેટલું દુઃખ થાય છે ! મારા ભાઈઓ-બહેનની આંખમાં આંસુ આવી જાય. અને ફરી જ્યાં સુધી સંત આંગણે ન પધારેને વહેરાવે નહીં ત્યાં સુધી શાંતિ થાય નહીં. તે આ તે ત્રિલેક પૂજ્ય તીર્થકર ! આંગણે પધારે અને કંઈ પણ લીધા વિના પાછા ફરે તે દુઃખ થાય તે સ્વાભાવિક જ છે. પ્રભુનાં આહાર સમયે. તેમની પાછળ જનાર વ્યક્તિઓમાં રોજ વધારે થઈ રહ્યો છે. જેમ-જેમ દિવસ વ્યતીત થતાં જાય છે તેમ-તેમ લેકેનાં હૈયાં વધુને વધુ દુઃખી થતાં જાય છે. આખા નગરમાં હલચલ મચી ગઈ છે. સહુ સૂતાં-બેસતાં. બસ એક જ વાત કરે છે. જાણે આખા નગર પર કણ-કણમાં મહાવીર છવાઈ ગયા છે. સહુનાં હૃદય વ્યાકુળતાથી વ્યથીત થઈ રહ્યાં છે. પાંચ માસ પર આજે પચ્ચીશમે દિવસ છે. પ્રભુ આહાર માટે નીકળ્યા, પાછળ સેંકડો નહીં હઝારે માણસનું ટોળું છે. રાજા શતાનિક રાણી મૃગાવતી, મંત્રી સુશુપ્ત અને નંદા પણ ખુલે પગે પ્રભુની પાછળપાછળ ચાલ્યા જાય છે. દસે દિશાઓ પ્રભુનાં જય-જયકારથી ગાજી રહી છે. સહુનાં હૈયામાં એક જ ભાવ છે કે હવે તે પ્રભુને અભિગ્રહ પૂરો થાય! પ્રભુ ધનાવહ શેઠનાં આંગણે પધાર્યા. મકાનની નીચે પાછળનાં ભાગમાં એક ભેંયરૂ છે. ભેંયરાનાં દ્વાર પાસે આવી પ્રભુ અટકી ગયા. સામે જોયું તે એક યુવાન દાસી, મુંડિત મસ્તકે, જીર્ણ વ, હાથે-પગે બેડી, હાથમાં સૂપડું, સૂપડામાં બાકુળા, મુખે નવકાર ગણી રહી છે. મનથી ભાવના ભાવે છે કે કોઈ અતિથિ, કેઈ ત્યાગી, કેઈ સંત પધારે તેમને બાકુળા વહેરાવી પછી જ ત્રણ દિવસનું પારણું કરીશ. તેણે સામે મહાવીરને જોયાં. જેના માટે વર્ષોની ચિર ઝંખના હતી તે પ્રભુ પધાર્યા છે. હૃદય આનંદથી પ્રફુલ્લિત થઈ ઉઠયું, અને સસ્મિત વદને પ્રભુને આવકાર્યા !