________________ 244 હું આત્મા છું સાંભળી રાજા પણ વ્યાકુળ થઈ ઉઠ્યા. પણ શું કરે. તેણે તરત મેટા જોતિષાચાર્યને લાવ્યા અને પૂછ્યું, એ ય બિચારા નિરૂત્તર! મહારાજ, આ યાગીને કઈ કઠિન અભિગ્રહ છે. તે હું પણ ન જાણી શકું. યોગાનુયોગ એવું બન્યું કે બીજે જ દિવસે મહાવીર રાજ્યનાં મંત્રી સુગુપ્તને આંગણે પધાર્યા. મંત્રી પત્ની નંદા મહાવીરની પરમ ભક્ત હતી. શ્રમણે પાસિકા હતી. મહાવીર પ્રત્યે અખૂટ શ્રદ્ધા-ભક્તિ તેનાં અંતરમાં હતાં. એ પણ પ્રભુને જોઈ હર્ષથી ઘેલી ઘેલી થઈ ગઈ. હાશ! આજ મારે ત્યાં પ્રભુને પારણું થશે એવા ભાવ સાથે મધુર અન્ન વહોરાવા હાથ ઉપાડે છે ત્યાં પ્રભુ ચાલ્યા ગયા અને નંદાનાં હૃદયનાં બંધ તૂટી ગયા. બેર-બાર આંસુએ રૂદન કરવા માંડી. “હાય ! મારા નાથ, શું અપરાધ થયે. કેમ પાછા ફર્યા? જ્યારથી સાંભળ્યું છે કે આપ આહાર નથી લેતાં ત્યારથી મારા માટે પણ અન ઝેર થઈ ગયું છે. રેજ ખાઉં છું પણ કડવું લાગે છે અન! પ્રભુ કેટલા દિવસથી પ્રતીક્ષા કરતી હતી કે પ્રભુ મારે આંગણે પધારે. આપ પધાર્યા અને મને દુર્ભાગીને તડપતી છેડી ચાલ્યા ગયા. પ્રભુ શું કરૂં હું આપના માટે ?" નંદાની આંખનાં આંસુ વહી રહ્યાં છે. એટલામાં રાજાની દાસી આવીને સમાચાર આપ્યા કે ગઈ કાલે પ્રભુ રાજમહેલમાં પધાર્યા હતાં ત્યાં પણ આમ જ થયું. નંદા વધુ વિહવળ બની ગઈ. ત્યાં ને ત્યાં બેસી રહી. જમવાને સમય . મહામંત્રી સુ-ગુપ્ત જમવા ઘરે આવ્યા, અને નંદાનાં અંતરનું દુઃખ ગુસ્સો બની પતિ પર વરસી પડ્યું “તમે મંત્રી છે આ રાજ્યનાં? ભાન છે તમને પ્રજામાં શું થઈ રહ્યું છે? કેણ દુઃખી છે, કેણ સુખી છે એની તપાસ કરી છે કદી તમે? કયાં ગઈ છે તમારી બુદ્ધિ ? કયાં ગઈ છે તમારી શક્તિ ?" નંદા શેષ ભય સ્વરે એક સરખું બોલ્યું જ જાય છે. વાણુને વિવેક પણ ચૂકી ગઈ છે. પ્રભુ પ્રત્યે રહેલ ભક્તિ ભાવ અત્યારે આવેશ બની ઉમટી રહ્યો છે. મંત્રી સમજી નથી શકતા કે આ બધું શું છે? શા