________________ ક્રાંતિવીર મહાવીર 245 માટે આજે નંદા આટલું બેલે છે! આવી સુ–સંસ્કારી નારી આજે આટલા કઠેર શબ્દો કેમ કહી રહી છે. મંત્રી વિચારે છે અને નંદાની વાણને પ્રવાહ આગળ વધે છે આટલા મહિના વિતી ગયા. તમે કેમ તપાસ કરવાને પ્રયાસ નથી કર્યો કે પાંચ-પાંચ મહિનાથી યોગી કેમ આહાર લેતા નથી ? ગયા છે ક્યારેય પ્રભુ પાસે? પૂછયું એમને ? આપને શું છે? કયારે ભેજન કરશે? તમને તે રોજ મેવા-મીઠાઈ જોઈએ છે અને ગી રેજ ઘરે-ઘરે અન્ન માટે ભટકી રહ્યાં છે! ધિક્કાર છે તમારા રાજ્ય ભંડારને, ધિક્કાર છે તમારા હર્યાભર્યા ખેતરને ! ધિક્કાર છે તમારા ધાન્ય કઠારોને ! જેને એક દાણો પણ પ્રભુ માટે નથી!” બેલી–બોલીને નંદા થાકી ગઈ. મંત્રી શાંત છે સમજી ગયા શું થયું છે. ગઈકાલે રાજમહેલમાં પણ આ પ્રમાણે જ થયું હતું. મંત્રીનાં હૃદયમાં હલચલ મચી ગઈ. ખરેખર કાંઈક કરવું જોઇએ. મંત્રી, મહારાજા પાસે ગયા. મહારાજાએ પણ એ જ વાત કરી અને તપાસ કરવા વિચાર કર્યો. તેઓ પોતે મંત્રી સાથે નગરનાં અન્ય શ્રેષ્ઠીએને લઈને પ્રભુ જે ઉદ્યાનમાં બિરાજતા હતાં ત્યાં ગયા. વંદન કરી નમ્રતા પૂર્વક પ્રભુને પૂછવા પ્રયત્ન કર્યો. પ્રભુ! આપ શું ઈચ્છો છો? આપ જે કહો તે બધું જ કરવા તૈયાર છીએ. પરંતુ આપ ભૂખ્યા ન રહે. અમારાથી આ નથી સહેવાતું ! અમે કમાઈએ. ખાઈએ બધું જ વ્યર્થ! આપનાં આહાર માટે અમારા અન્ન ને એક દાણો પણ ઉપયોગી ન થાય તે અમારૂં અનાજ વાંઝિયું કહેવાય. પ્રભુ! કહો શું કરીએ અમે !" પણ પ્રભુ તે એ જ મસ્તીમાં, મધુર હાસ્ય સાથે મૌન! કંઈ જ ઉત્તર નહીં. સહુ નિરાશ થઈ પાછા ફરે છે! પ્રભુ રેજ આહાર માટે નગરીમાં પધારે છે. સેંકડો માણસ, નરને નારીઓ-બાળકે પ્રભુની પાછળ પાછળ જાય છે. પ્રભુને કયાં આહાર મળે છે? સહુને જાણ થઈ ગઈ છે કે પ્રભુને અભિગ્રહ છે. તેથી કયાં