________________ 188 હું આત્મા છું છે. ખુમારીથી ચાલ્યો આવે છે. નિર્ભયતાથી ડગ ભરી રહ્યો છે. જે રથ અને રથ સાથે માણસે જોયા કે જોરથી ગર્જના કરે છે. ત્રિ– પૃષ્ઠ સામે પડકાર ફેકે છે. ત્રિ–પૃષ્ઠ રથમાંથી નીચે કૂદી પડે છે. તેના હાથમાં હથિયાર છે. હથિયાર લઈ સિંહ સામે ત્રાટકે છે પણ બીજી જ ક્ષણે હથિયાર ફેંકી દે છે. સિંહ પાસે હથિયાર નથી તે મારે પણ ન રખાય. સિંહ જે. ત્રિ-પૃષ્ઠ પર આવવા જાય છે ત્યાં જ દોડીને ત્રિ–પૃષ્ઠ પિતાનાં બન્ને હાથ સિંહનાં મુખમાં નાખી દે છે અને એક કાપડને વેપારી કપડુ ચીરે તેમ સિંહને આખે ને આખે ચીરી નાખે છે. પિતાની પ્રચંડ શક્તિનાં દર્શન કરાવે છે. તપ અને સંયમના બદલામાં માગેલી શક્તિ અહીં પ્રદર્શિત થાય છે. પૂર્વે કરેલ નિયાણું સફળ થયું. વેરને નિદાનને સાર્થક કરે છે. સિંહ તરફડી રહ્યો છે. મરણની વેદના કરતાં પણ એક ઉગતા યુવાનનાં હાથે મરવું પડ્યું તેની મને વેદના વધારે છે. હું જંગલને રાજા અને મારી આ દશા? આ અહં સિંહની અંદર પણ પડે છે. ત્યારે સંભળાવે છે. અને કહે છે. “હે વનરાજ! તને મારનાર કોઈ જેતે યુવાન નથી, પણ કાલે જે ત્રણ ખંડને અધિપતિ થવાને છે તે ત્રિ-પૃષ્ઠ વાસુદેવ છે” સિંહ તરફડીને મૃત્યુ પામે છે. વેર સમાપ્ત થાય છે. નવકાર મંત્ર સંભળાવનાર સારથી તે ગૌતમને આત્મા હતે. મહાવીરને આત્મા વાસુદેવ અને ગૌતમનો આત્મા તેમનાં રથનો સારથી. બન્ને સાથે જ છે. ભવભવ સુધી સાથે રહે છે. ત્રિપૃષ્ઠ પિતાના હાથથી સિંહને વિદારી નાખ્યો. આ સમાચાર પ્રતિવાસુદેવ રાજા અશ્વગ્રીવને મળ્યા. નૈમિત્તિકની કહેલી બને વાત સાચી ઠરી તેથી અશ્વગ્રીવ સમજી ગયે કે આજ મારે કાળ છે. મારા માર્ગને કાંટો છે. તેને કયારે ઉખાડી નાખુને હું સલામત થઈ જાઉં. કેઈક નિમિત્ત ઊભું કરી તે યુદ્ધ માટે ચડાઈ કરીને આવ્યો. ભીષણ યુદ્ધ ખેલાયું. જેમાં