________________ પ્રગટયો ભાણ 211 (14) ધગ્રહીન પાવકકી ક્વાલા સહન શીલતા કી પહચાન–પાવક એટલે કે અગ્નિની જવાળા અને તે પણ ધૂમ રહિત, સ્વચ્છ–એ બતાવે છે કે તમારા પુત્રમાં અમાપ સામર્થ્ય હશે. સહિષ્ણુતા ચરમ સીમા પર પહોંચેલી હશે. તેનાં માટે કંઈ પણ અસહ્ય નહીં હોય. અને હે દેવી ! અંતે તમે જોયું કે એક બાલ હાથી તમારા સુખમાંથી ઉદરમાં પ્રવેશ્યો એ સૂચવે છે કે તમારા ગર્ભમાં અતિ ગંભીર છવ આવ્યું છે કે જે સુખ અને દુઃખ બધું પચાવી જાણશે. રાજન ! આ સ્વપ્રોનાં સંકેતે કહે છે કે દેવીનાં કૂખે આવેલ જીવ અસાધારણ સામને ધણું છે. ધર્મ ચક્રવતી થશે. તીર્થકર થશે. સ્વપ્ન શાસ્ત્રીઓનાં મુખેથી સ્વપ્નની આ હકીકત સાંભળી રાજારાણી અત્યંત પ્રસન્ન થયા તેઓને અઢળક ધન આપી ખુશી વ્યક્ત કરી અને આદરથી વિદાય આપી. માતા ત્રિશલા ગર્ભનું જતનપૂર્વક પાલન કરી રહ્યાં છે. દિન-પ્રતિદિન ધર્મ ભાવના વધી રહી છે. દાન-પુન્યને પૂનિત પ્રવાહ સિદ્ધાર્થનાં મહેલમાંથી વહેવા માંડે છે. રાણું ત્રિશલા પિતાનાં હાથે જ દાન આપી યાચકને સંતેષી રહ્યાં છે. તીર્થંકરની માતા થવાનાં કેડે ત્રિશલાનાં રામ રમમાં નિરંતર આનંદને ઉદધિ ઉછાળા મારી રહ્યો છે. કેવા પ્રબળ પુણ્ય હશે ત્રિશલાનાં ? કે જેની કુખે ત્રિલેકને નાથ શીશુ બનીને આવ્યા છે. પુષ્ય તે ઘણાં માનવે ઘણી રીતે કરતાં હોય પણ આવા સાત્વિક અને નિર્મળ પુણ્ય તે કેઈક સ્ત્રીનાં જ હોય. બાળક ત્રણ જ્ઞાનનો સ્વામી છે. આ પૃથ્વી પર જન્મ લઈ ઉત્કૃષ્ટ આરાધના વડે કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરવાનું છે. શુકલ ધ્યાનની શ્રેણ પર આરૂઢ થઈ અગી બની સિદ્ધ, બુદ્ધ મુક્ત થવાનું છે. એ માતાને કયા શબ્દમાં બિરદાવવી ? માનતુંગાચાર્ય તીર્થકરની માતાની મહત્તા ગાતાં કહે છે. स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान नान्या सुतं त्वदुपम जननी प्रसृता। सर्वा दिशो दधति भानि सहस्ररश्मि प्राच्येव दिग्जनयति स्फूरदंशु जालम् //