________________ 229 વિરનું વીરવ આપણે તો જાણતા નથી કે મા-બાપનું આયુષ્ય કેટલું છે અને સંતાનનું કેટલું છે ? કયારેક માતા-પિતા પહેલાં પણ સંતાન ચાલ્યા જાય, તેથી મહાવીરનું આવું અનુકરણ કરવાનું ન હોય તેઓએ જે સાધના કરી તેનું અનુકરણ થાય તે કરવું જરૂરી છે. વળી મહાવીર તે કપાતીત પુરુસ હતાં. તેમના જીવન સાથે આપણે તુલના થાય નહીં. તેઓ કયાં અને આપણે ક્યાં ? કેટલાક લેકે એ પણ પ્રશ્ન પૂછે છે કે મહાવીર જ્ઞાની હતા. તેઓ જાણતાં હતાં કે સંસાર પાપમય છે તે તેમણે લગ્ન શા માટે કર્યા? ભેગોને ત્યાગ પહેલેથી જ કેમ ન કર્યો ? પણ મહાવીર એ જાણતાં હતાં કે યશોદા સાથે પતિ-પત્ની તરીકેનાં કણાનુબંધ છે તે આ ભવે જ પૂર્ણ કરવાનાં છેહવે પછી ભવ નથી. તેથી સારા કે ખરાબ વૈરાનુબંધ કે પ્રેમાનુબંધ બધાં જ આ ભવે ભેગવી જ લેવાનાં છે. તેથી 30 વર્ષની ઉંમર સુધી સંસારમાં રહેવું જ પડ્યું. તે પછી એકાકી સ્વયં દીક્ષા લીધી. તમે જાણે છે કે તીર્થકરને કોઈ ગુરુ ન હોય. તેઓ પૂર્વ ભવની સાધનાનાં કારણે સ્વયં બુદ્ધ જ હેય. હા, માત્ર એક એવી પરંપરા છે કે તીર્થકર જાણતા હોય કે હવે સંસાર છોડી સાધુ થવાને સમય પાકી ગયો છે. તેઓ તૈયાર જ હોય છતાં ઈદ્ર મહારાજ આવી તેઓને વિનંતિ કરે કે “પ્રભુ પ્રવજયા ગ્રહણ કરી તીર્થ–પ્રવર્તન કરો !" અને પ્રભુ સ્વયં દીક્ષા લઇ ચાલી નીકળે. - વર્ધમાન કુમાર પણ સ્વયં દીક્ષિત થઈ વનની વાટે ચાલી નીકળ્યા. એકાકી છે. કાલને રાજકુમાર આજે ખુલા શરીરે, ખુલ્લા પગે, ખુલ્લા મસ્તકે વનમાં વિચરી રહ્યો છે, ત્યારે ન હતા ઉપાશ્રય કે ન હતા ભવન, ક્યાંક જંગલમાં, એકાંતમાં, ગુફામાં, મકાનમાં, ખંડેરમાં, ધ્યાન ધરી ઊભા રહી જાય છે. સર્વથા નિલેપ અંતર-બાહ્ય દિગબર. ન તે શરીર પર વસ્ત્રને પરિગ્રહ છે. ના અંતરમાં વૃત્તિઓને સંગ્રહ છે. બાહ્યાંતર નિર્ચથ બન્યા છે. સાપ કાંચળી ઉતારી ને ભાગે તેમ સર્વથા, સર્વસ્વ છેડી દીધું છે. સાપ શા માટે કાંચળી ઉતારે જાણે છે ? સાપને વરસમાં એકવાર