________________ 238 હું આત્મા છું તેમના માટે દીક્ષા લેવી કોઈ અનિવાર્ય ન હતી ! સહજ છે આ પ્રશ્ન પણ આ વિષયને સૂક્ષમતાથી વિચારીએ ! મહાવીરનું ગૃહસ્થાશ્રમ છેડીને સાધુ થઈ જવું. એ એ પ્રકારનું પરિણમન હતુ. જેમ અન્ય પરિણમન થયા કરે છે તેમ આ પણ એક પરિણમન થયું. ગૃહસ્થને વેષ ઉતારી સાધુ વેષ સ્વીકારી લીધું. બસ માત્ર આટલું જ. બાકી તે તેમને સર્વ છૂટેલું જ હતું. કંઈ છોડવાપણુ હતું નહીં. અંતર તે ક્યારનું ય નિથ થઈ ગયું હતું. આ એક તેઓની ભાવ પરિણતિ હતી અને તે પરિણમન સાકારરૂપે ઘટિત થઈ ગયું. પ્રભુ સાધુ બની ગયા. દીક્ષા લીધા પછી આત્માનાં ભાવમાં વૃદ્ધિ થઈ રહી છે. તરત જ ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું છે. પ્રભુ સ્વનાં ઉત્થાન સાથે પરનાં ઉત્થાનમાં નિમિત્ત બની રહ્યાં છે. દીક્ષાના પ્રથમ માસથી જ પ્રભુને ઉપસર્ગો શરૂ થઈ ગયા છે દિગમ્બર વે, મન સાથે વિચરે છે. કયાંક ધ્યાનમાં ઊભા રહી જાય છે. કેઈ તેમને ચોર સમજે. ધુતારે સમજે. અને પીડા આપે છે. તે વળી કઈ દેવે અને પશુઓ પણ પ્રભુને સતાવે છે. પ્રભુનું વિચરણ વૈશાલીની આજુબાજ થતું રહ્યું ત્યાં સુધી તે મોટે ભાગે પ્રભુને સતાવનાર પહેલાં સતાવે અને પછી ઓળખી જાય કે આ તે વૈશાલીનાં રાજકુમાર વર્ધમાન છે. એટલે પ્રભુને પગે પડે. માફી માગે. માન-સન્માન કરે. આહાર-પાણી વહેરાવે. આમ બધે જ થવા માંડયું ત્યારે પ્રભુએ એ પ્રદેશ છેડી દીધું અને જ્યાં તેમને કેઈ નતું જાણતું તેવા અનાર્ય દેશમાં ગયા. ત્યાંની પ્રભુ તદ્દન અસભ્ય-અસંસ્કારી. વળી કુરુપ. આ સુંદર દેહધારી માનવને તેઓએ કયારેય જે જ ન હતું. લેકે પ્રભુને જોવા માટે ટોળે વળે. તેમનાં દેહમાંથી નીકળતી સુગંધથી આકર્ષાઈ તેમની પાસે આવે અને જંગલી પશની જેમ પ્રભુનાં શરીરમાંથી માંસ-કાપી કાપી, કાચું ને કાચું માંસ ખાઈ જાય. આ માંસ તે બહુ મીઠું લાગે. આવું સ્વાદિષ્ટ માંસ તે કદી