________________ કાંતિવીર મહાવીર 239 ખાધું નેતું એમ કહી ફરી-ફરી પ્રભુનાં શરીરને માંસ તેડી–તાડી ત્રાસ આપે છે. - પ્રભુ બધા જ પરીષહ-ઉપસર્ગો સમતા ભાવે સહન કરે છે. કદી કઈ જીવ પર વિષમતા આવી નથી. આમ એકધારા સતત સાડા–બાર વર્ષ સુધી આ દુઃખે સહન કર્યા ! અહીં વિચાર આવે કે શા માટે પ્રભુને આટલું બધું સહેવું પડ્યું? શું કારણ હતું ? તેને ઉત્તર ચિંતનમાંથી જ શેપ પડે છે. પ્રભુને જે–જે માનવ–દેવ કે પશુઓએ ઉપસર્ગ આપ્યા તે બધાં જ જીવે સાથે પ્રભુને વેર હોય તે જ એ જીવેનાં અંતરમાં વેરનાં ભાવે જાગ્યા હોય કહેવત પણ છે કે “વેર વિના ઝેર ન હોય” અહીં તે કર્મ–ફિલોસોફીનું ગણિત એકયુરેટ છે. તેમાં જરા પણ ફેરાફર ન થાય. તેથી એ નક્કી કેવા કેવા વેર બાંધ્યા હશે ? સંગમદેવ એક રાતમાં એકી સાથે 19 પરીષહ આપે, તે બધાં જ વેરાનુબંધ એક સાથે ઉદયમાં આવ્યા. તે એ બાંધતી વખતે પણ એક સાથે જ બાંધ્યા હશે ને ? | વિચારો બંધુઓ ! મહાવીર જે આત્મા. જેમનામાં તીર્થકર થવાની યોગ્યતા પડી છે. એ આત્માએ કેટ-કેટલા વિષમતાનાં પરિણામે સેવ્યા હશે. રાગ-દ્વેષ બને ભાવો કેટલા ગાઢ પ્રવર્યા હશે કે સાડા બાર વર્ષ સુધી એકધારા ભેગવવા પડે એવા ભયંકર વેર બાંધી લીધા. એ . પણ બે-ચાર જીવો સાથે નહીં પણ અનેકો સાથે ! ગ્રન્થકાર કહે છે કે ચોવીશ તીર્થકરોમાં સહુથી વધારે કર્મો અંતિમ - તીર્થકર પ્રભુ મહાવીરનાં હતાં. એક બાજુ ત્રેવીસ તીર્થંકરનાં કર્મો અને એક બાજુ એકલા મહાવીરનાં કર્મો તે પણ મહાવીરનાં કર્મો વધી જાય. એ પણ વૈરાનુબંધ જ વધારે! આને મતલબ એ નીકળે છે કે અન્ય તીર્થકરો કરતાં પ્રભુ મહાવીરનાં આત્માએ કેટલાં કર્મો બાંધ્યા હશે. બાંધ્યા હોય તે જ સત્તામાં હોય અને સત્તામાં હોય તે જ ઉદયમાં આવે !