________________ કાંતિવીર મહાવીર 23 બંધુઓ ! અવધિજ્ઞાન સાથે લઈને આવેલા જીવને શું ભણવું ? ભૂત-ભવિષ્ય-વર્તમાન ત્રણે કાળની અમુક મર્યાદિતરૂપી પદાર્થોની પર્યાયને જાણે. તેને માટે બાહયજગતનું જ્ઞાન શું મેળવવાનું રહે? આપણને કંઈ વાંચવા, શીખવાની જરૂર, વિચારવાની જરૂર છે ત્યારે જ રહે કે જે એ વિષયથી અજ્ઞાત હાઈએ. પણ જેને જાણતાં હોઈએ તેમાં શું શીખવાનું? વળી તેઓની દૃષ્ટિ સ્થલ પદાર્થોનાં બાહ્ય આવરણ સુધી જ ન રહે પણ તેને ભેદીને પદાર્થની સૂક્ષ્મતા સુધી પહોંચતી હોય. આમ ભગવાન મહાવીરની જીવન ચર્ચાને વિચાર કરીએ તે આપણી બુદ્ધિ કામ ન કરે. એમનાં જીવનની એક-એક પળ કેવા ભાવમાં. કેવા વ્યવહારમાં વ્યતીત થઈ હશે. તે આપણે કઈ રીતે સમજી શકીએ ? આપણું જીવન વ્યવહાર સાથે એમનાં જીવનને મૂલવીએ તે બંધ બેસે જ નહી. શું તેઓ તમારી જેમ સવારે ઊઠી, છાપુ વાંચતા હશે? નિત્યકાર્ય પતાવી સ્નાન કરી ઓફિસે જતાં હશે ? આવીને જમીને ઘરનાં સાથે ચેડી સુખ-દુઃખની વાત કરી સૂઈ જતાં હશે? આવી હશે એમની જીવનચર્યા? શું લાગે છે તમને ? ના, સહુથી નિરાળા એવા એ વર્ધમાન ને બાહ્ય જગત સાથેનાં સ્થૂલ વ્યવહાર સહજ છૂટી જતાં હશે. દીક્ષા લીધા પહેલાં પણ કલાકે સુધી એક જગ્યાએ બેસી ઊંડા ચિંતનમાં એકાગ્ર થઈ જતાં હતાં. વાતાવરણમાં શું થઈ રહ્યું છે. તેની ખબર રહેતી નથી. આવી દશા જેની હોય તેને કેમ સમજીએ આપણે? દીક્ષા લીધા પછી પણ માત્ર જ્ઞાતા-દષ્ટ ભાવમાં રહયાં છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે તેઓએ તીર્થંકર નામકર્મ બાંધેલું હતું. તીર્થકર થવાના છે તે નિશ્ચિત જ હતું અને સાથે આ જ ભવે મોક્ષ થવાને છે એ પણ નિશ્ચિત જ હતું. વળી બાલ્યવયમાં જ આટલી પૂર્વ જન્મની સાધનાના ફળ સ્વરૂપ ગ્યતા લઈને જનમ્યા હતાં તે શું તેઓ દીક્ષા ન લેત તે ન ચાલત? ભરત ચક્રવર્તી કે મારૂદેવા માતા ગૃહસ્થ વેશે જ કેવળજ્ઞાન પામ્યા, તે મહાવીરે શા માટે દીક્ષા લીધી ?