________________ હું આત્મા છું વિવેકાનંદનું ધ્યાન પૂર્ણ થયું એટલે એ બીજા બાળકોને પૂછે છે કે “તમને કે પ્રકાશ દેખાયે!' બાળકે કહે “અમને તે અંધારૂં દેખાયું ! આંખે બંધ હોય તે પ્રકાશ કેમ દેખાય? અંધારું જ હતું અમારી સામેવિવેકાનંદ કહે છે: “મને તે લાલ-લીલે–પીળો પ્રકાશ દેખાય !" બંધુઓ ! આ છે આત્મિક ગ્યતા ! તેમાં વયને શો સંબંધ? વળી આપણું સ્થલ દષ્ટિ માત્ર વર્તમાનને જ જાણે પણ કાળનાં પડને આરપાર ભેદી ભૂતકાળ સુધી પહોંચી શકે નહીં. આવા ગ્ય આત્માઓ પૂર્વ ભવે સાધના કરીને આવ્યા હોય અને સંસ્કાર સાથે લઈને જન્મ તેથી બાલ્યવય ભલે હોય પણ આત્મામાં સમજની પરિપકવતા હોય. વળી તેમનાં કિયા-કલાપ, વર્તન કંઈક એવા અસાધારણ હોય કે બધાં તેને સમજી પણ ન શકે. વર્ધમાન ગુરુકુળમાં તે ભણ્યાં નહીં. તેથી પિતાએ ભણવાનાં સર્વ સાધને મહેલમાં લાવી દીધાં કે તેમને લાડલે મહેલમાં રહી ભણે. પણ દિવસે અને મહિનાઓ વીત્યા છતાં એક પણ સાધનને હાથ નથી અડાડ્યો. ત્યારે એક વાર મા પૂછે છે. “બેટા! તું શું ભણે છે? “મા! હું રોજ ઘણુંઘણું વાંચુ છું. !" , અરે બેટા! એક પણ ગ્રંથ ઉઘાડ્યો નથી. બધું જ એમ ને એમ પડ્યું છે. તું શું વાંચે છે?” મા! ગ્રન્થની શું જરૂર છે? હું તે આ વિશ્વનાં એક-એક દ્રવ્યોને વાંચુ છું. જેટલા જડ પદાર્થો મારી સામે આવે અથવા ન પણ આવે. તેનાં પરિણમન ને જોઉં છું. જાણું છું. વાંચુ છું. એટલું જ નહીં મા ! હું મને વાંચુ છું. હું આત્મા, મારામાં પ્રત્યેક સમયે થતાં પરિણમનને વાંચુ છું !" બેટા! આ શું બોલે છે ? મને કંઈ સમજાતું નથી. પદાર્થો ને તે કંઈ વાંચવાના હોય ! પિતાને વાંચવાનું હોય ! બેટા ! તારી વાતે જ બધી અટપટી!”