________________ હું આત્મા છું છતાં Pluse point એ હતું કે આ બધાં જ કર્મો, આ અંતિમ ભવમાં ઉદયમાં આવ્યા કે પ્રભુનાં આત્મામાં એ કર્મો સાથે લડવાનું સામર્થ્ય પ્રગટી ચૂક્યું હતું. પરાકાષ્ઠાની સમતા અને સહિષ્ણુતા કેળવાઈ ગઈ હતી. જેથી જુનાં વેરાનુબંધ, નવા કર્મનાં બંધનમાં નિમિત્તરૂપ ન બન્યા. જે આ પહેલાંનાં કઈ ભામાં ઉદયમાં આવ્યા હોય તે કદાચ તેને શબ્દો સામે હારી ગયા એને નિયાણ બાંધી તપ-સંયમ વેચી નાખ્યા. ત્રિ-પૃષ્ઠ વાસુદેવનાં ભાવમાં સત્તાના મદ સામે હારી ગયા અને સીસું રેડાવી ભયંકર વેરાનુબંધ કરવા સાથે સમ્યકત્વનું વમન કરી નાંખ્યું. એ બંને ભવેમાં સમતા રહી શકી નહીં પરંતુ તીર્થંકરનાં ભાવમાં સ્વને સાધી લીધો છે. તેથી ગમે તેવા ભયંકર ઉપસર્ગ– પરીષહને પણ અત્યંત સમતાપૂર્વક સહી લીધા. દેવરાજ ઈન્દ્રની સહાયને પણ અસ્વીકાર કર્યો. બધાં જ કર્મોને હસતાં-હસતાં આવકાર્યા. ત્યાં મેહનીય કર્મની એકાદ પ્રકૃતિ ઉદયમાં આવતી ત્યાં પણ તેની સામે હાર સ્વીકારવી પડી હતી. તે હવે આખાને આખા મેહનીય કર્મ સામે બાથ ભીડી છે અને અને એ મેહને પરાજિત કર્યો. પ્રભુને આટલા કર્મો ભેગવવા પડ્યા. એ હકીક્ત કર્મના-એક અન્ય સિદ્ધાંતને સાબિત કરે છે. તીર્થંકર થવું હોય તેનાં પુર્યો જબરદસ્ત હોય. આ વિશ્વની અંદર વધુમાં વધુ પુણ્ય લઈને પેદા થાય તે માત્ર તીર્થકર જ! દે તથા ઈન્દ્રો પણ તેમનાં એ અગાધ પુણ્યબળનાં કારણે જન્મથી નિર્વાણ સુધી સદાય સેવામાં રહે. એક પણ પ્રભુથી દૂર ન રહે. એવા પુણ્યનાં રાશિ હોવા પછી પણ તેનાં કારણે પાપ દૂર નથી થઈ જતાં, નાશ નથી પામતા એ તે ભેગવવાનાં એટલે ભોગવવાનાં જ! ચાહે તીર્થકર હોય કે તેલી! બનેને પુણ્ય અને પાપનાં હિસાબ તે બરાબર જ ચૂકવવા પડે ! કર્મનાં દરબારમાં સહ સમાન કેઈનને નહીં કઈ માટે નહીં.! હવે મહાવીરનાં જીવનનાં એક અન્ય પાસાને વિચાર કરીએ. તેઓ જેમ આધ્યાત્મિક્તાનું સર્વોચ્ચ શિખર સર કરવા આવ્યા હતા. તેમ પ્રભુનાં નિમિત્તે સામાજીક સુધાર પણ થવાનાં હતાં.