________________ ક્રાંતિવર મહાવીર 241 તેમાં સહુ પ્રથમ વાત પ્રભુનાં જન્મ સમયમાં બ્રાહ્મણે પિતાનું બ્રહ્મતેજ વિસરી ચૂક્યા હતાં. જાણે તેઓ સમાજનાં સરમુખત્યાર થઈ ગયાં હતાં. માનવેનાં જીવનને બધે જ આધાર બ્રાહ્મણે પર રહેતે. ગૃહસ્થાશ્રમીને કાંઈ પણ મેળવવા માટે મોટા ખર્ચાળ યજ્ઞ કરવા પડતાં. એ યજ્ઞમાં વેદનાં નામે બલિદાન દેવાતાં “વૈરિછી હિંસા હિંસા ન મતિ” આ સૂત્રને જેરશેરથી પ્રસાર કરી, ધર્મ માટે કરવામાં આવતી હિંસામાં પાપ નહીં પણ પુણ્ય થાય છે એમ ભોળા લેકેને ભરમાવી બ્રાહ્મણે યજ્ઞમાં પશુબલિ જ નહીં પણ માનવબલિ પણ દેતાં હતાં. બ્રાહ્મણ કૂળમાં માંસાહાર પણ પ્રચલિત હતું. જે આજે પણ હજુ બિહારબંગાળનાં બ્રાહ્મણમાં છે. આમ બ્રાહ્મણત્વ ભૂલીને હલકા સંસ્કારથી હલકી જાત જેવા થઈ ગયાં હતાં. એટલે જ દેવાનંદા બ્રાહ્મણની કુક્ષીએ આવેલ મહાવીરનાં આત્માનું ગર્ભ સાહરણ દેવેને કરવું પડ્યું અને ક્ષત્રિયાણીની કુખે મૂકવા પડયા ! કેટલાક પ્રશ્ન કરે છે કે ગ્રંથકારે અનુસાર મહાવીરને નીચ ગોત્રને બંધ પડેય હતું તેથી દેવાનંદાની કુક્ષીએ આવ્યા. તે શું બ્રાહ્મણ કુળ નીચું કુળ છે ? ના બ્રાહ્મણ કુળ ઊંચુ પણ તે તેનાં સંસ્કારોમાં રહે તે! જે બ્રહ્મત્વને ભૂલી જઈ ઘેર હિંસામાં રાચતા હોય તે તે ગમે તેવું કુળ હોય તેને ઊંચુ કેમ કહી શકાય ! આખર ઊંચું નેત્ર અને નીચ ગેત્રની વ્યાખ્યા શું છે? જેનામાં ઊંચા સંસ્કાર, સભ્યતા અને સદ્ ગુણે છે તેનું કુળ ઊંચુ અને જે સારા કહેવાતા કુળમાં જન્મ્યા પછી કુસંસ્કાર અસભ્યતા અને દુર્ગુણનાં રંગથી રંગાયે હોય તે તેનું કુળ નીચું ! દેવાનંદા–ષભદત્ત સંસ્કારી હોવા છતાં એ વખતે હિંસાનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. એ જ ધર્મને અનુસરનારા હતાં. યજ્ઞનાં કિયા-કાંડને માનનાર હતાં. પિતાની પરંપરાને નિભાવવી પડતી હતી. આવા કુળમાં જન્મ લઈને તીર્થ કરવા જેવી અસાધારણ પ્રતિભાને તેઓ ખીલવી ન શકે, અને ઘેર હિંસામાં ધર્મ માનનાર સ્ત્રી-પુરુષ તીર્થંકરનાં માતા-પિતા ભાગ-૩–૧૬