________________ ' વાતરાગ પરમાત્મા અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને સમ્યગ્રજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરતનની આરાધના કરનાર જીવની આત્મિક દશા એવી સહજ થઈ જાય છે કે ગમે તેવા સંગમાં એ આત્મભાવમાં જ વર્તતે હેય. બહારની કોઈ પણ પરિસ્થિતિ તેને સ્વ-સ્વભાવમાં સ્થિર રહેવામાં વિજ્ઞ રૂપ ન બને. પછી એ અન્ય વ્યક્તિનાં સંગજન્ય પરિસ્થિતિ હોય, નાની વય હેય કે બાહા દૃષ્ટિએ અલ્પજ્ઞાન હોય, તે પિતામાં જ વર્યા કરતે હાય. શ્રમણ ભગવંત મહાવીરનાં જીવનની મીમાંસા ગઈ કાલે આપણે કરી. તેઓનાં જીવનનાં એક-એક પ્રસંગે અભૂત છે. બધે જ તેમનાં ચૈતન્યની ચમત્કૃતિ સ્પષ્ટ તરી આવે છે. સામાન્ય બાળક અને વર્ધમાનની બાલ્યા વસ્થાને કયાંય મેળ નથી. “પુત્રનાં લક્ષણ પારણુમાં' એ કહેવતથી પણ આગળ વધી. વર્ધમાને તે માના ઉદરમાંથી જ પોતાનાં ઉત્તમ લક્ષણોને પરિચય આપવા માંડે હતે. પોતે આત્મરત જીવ છે. એ અનુભવ પણ માતાને કેટલી વાર થઈ ચૂક હતો ! ખરેખર તે મહાવીર-વર્ધમાન તરીકે જમ્યા પછી આત્મજાગૃતિ માટે તેમને કંઈ પુરુષાર્થ કરે પડે નથી. તેમની સ્વરૂપ-સમાધિ સહજ હતી. હા, જે કંઈ પુરુષાર્થ કર્યો તે સર્વજ્ઞતા–વીતરાગતા સુધી પહોંચવા માટે કર્યો. એ પહેલાની તે સર્વ ગ્યતા તેમનામાં વિદ્યમાન હતી. ઇતિહાસ કહે છે કે તેઓ બિલકુલ શીશુવયમાં હતાં ત્યારે એટલે કે ચાર-પાંચ વર્ષની ઉંમરમાં રાજમહેલના ઉપરના માળનાં એક એકાંત રૂમમાં ધ્યાન ધરી બેસી જતાં. દાસ-દાસીઓ કે માતા આખે રાજમહેલ