________________ વીરનું વીરત્વ 233 સમય તેમણે કેવી રીતે વિતાવ્યો? શું શું કર્યું ? ક્યાં ક્યાં ગયા ? આપણે તે માત્ર એટલું જ જાણીએ છીએ કે 30 વર્ષે દીક્ષા લીધી. સાડા બાર વર્ષે કેવલજ્ઞાન થયું. કહેતાં જરા પણ વાર ન લાગી ! કેટલું સહેલું છે! હું તે તમને કહું છું તમારામાંથી જેને 30 કે 30 ની ઉપર થયા હોય તે લઈ લે દીક્ષા. થઈ જશે સાડાબાર વર્ષે કેવળજ્ઞાન ! ના પણ એમ નથી થતું હું ! એ મહાવીરે શું શું કર્યું હતું? એક-એક ક્ષણ કેવી રીતે વિતાવી? તે સર્વ ક્ષણેને પુરુષાર્થ ભેગા થયે ત્યારે કેવળજ્ઞાન પ્રગયું ? એમ જ નથી થઈ જતું. મહાવીર, મહાવીરનાં રૂપે કેમ પૂજાયા ! ચેસઠ ઈન્દ્રનાં પૂજનિક, વંદનિક અર્ચનિક, કેમ બન્યા ? તેમને આંતર બાહય પુરુષાર્થ કે હતું. તે સર્વ અવસરે !