________________ 231 વરનું વીરત્વ નહીં આવેલા એવા ભાવ કે જે મિથ્યાત્વ દશાને તેડી નાખે. રાગદ્વેષને મંદ કરી નાખે એ ભાવોને અપૂર્વકરણ કહે છે. આ કરણ આવ્યા પછી અનિવૃત્તિકરણ આવે કે જેનાં કારણે જીવને સમ્યગદર્શન થાય જ. તે આ અપૂર્વકરણ તે સમ્યગદર્શન માટેનું અપૂર્વકરણ. બીજું અપૂર્વકરણ થાય તે આઠમ ગુણસ્થાને જે ચારિત્રનાં ભાવનું હેય પ્રથમ અપૂર્વકરણ કરતાં પણ આ અપૂર્વકરણ માટે અત્યન્ત પ્રબળ પુરુષાર્થ કરવાને રહે છે. આઠમા ગુણસ્થાન પહેલાં, સમ્યગ્ગદર્શન થયા પછી જીવ પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનને સ્પર્શે છે. સાતમું ગુણસ્થાન અપ્રમત્ત ભાવેનું હોય છે. સાતમે ગુણસ્થાને પહોંચેલે સાધક આત્મ-સ્થિરતામાં લીન થઈ ગયું હોય. આત્મ-સ્વરૂપની અપ્રતિમ રમણતા હોય. તે આત્મામાં એ તન્મય થઈ ગયું હોય કે દેશકાળનું તેને ભાન ન રહે. એક વાત અહીં સમજવા જેવી છે તે એ કે પંચમહાવ્રતધારી પ્રતિલેખન, આવશ્યક આદિ ક્રિયાઓ તેના સમયે કરે. પણ આવા યથાર્થ મુનિનાં અંતરની ભાવધારાનું ઉત્થાન થાય અને તે સાતમા ગુણસ્થાનનીદશાને પામી જાય. પોતાના આત્માનુભવમાં એકાગ્ર થઈ જાય અને પ્રતિ કમણ કે પ્રતિલેખનને સમય ચાલ્યો જાય. મુનિ એ ન કરી શકે તે પણ મુનિને દોષ લાગતું નથી કારણ મુનિધર્મની ક્રિયાઓનું કરવું તે છઠ્ઠા ગુણસ્થાનની દશા છે. અને આત્મા–રવરૂપની રમણતામાં લીન થઈ જવું તે સાતમા ગુણસ્થાનની સ્થિતિ છે. વધુ ઉત્કૃષ્ટ ભાવમાં રહયા તેથી દેષ ન લાગે. કેઈ કહેશે એ સમયે મુનિ શા માટે ધ્યાન કરે ? ઉત્તર એ છે કે ધ્યાન કેઈ કરવાની ચીજ નથી. એ તે સહજરૂપે થઈ જાય છે. અત્યારે આપણે જે ધ્યાન કરીએ છીએ કે કરાવીએ છીએ એ તે ધ્યાનદશાને સાધવા માટેની પૂર્વ પ્રક્રિયા છે. એકાગ્રતા કેળવવાની પ્રેકટીશ છે, તે આવી સહજ ધ્યાન દશા તે સાતમ ગુણસ્થાનની સ્થિતિ છે.