________________ 232 હું આત્મા છું પ્રભુ મહાવીરને આત્મા સંયત દશામાં છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનને ભામાં ઝુલી રહ્યા છે. ત્યાર પછીનું ગુણસ્થાન તે આઠમું અપૂર્વ કરણ ગુણસ્થાન છે. આ ગુણસ્થાને જીવ, આવે ત્યાંથી શ્રેણી શરૂ કરે. ક્ષપકશ્રેણીથી આગળ વધે તે નવમાં દસમા ગુણસ્થાને થઈ બારમાને સ્પશે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. અર્થાત આઠમા ગુણસ્થાન માટે થતું ચારિત્ર દશાનું અપૂર્વ-કરણ આવે પછી જ જીવ કેવળજ્ઞાન સુધી પહોંચી શકે અને તે પણ માત્ર બે ઘડીમાં જ, વધુ સમય ન લાગે. અહીં આ ચર્ચા આપણે એટલા માટે કરી કે સાતમા ગુણ-સ્થાનથી આગળ વધી અપૂર્વકરણમાં સપક શ્રેણીએ જીવ જે આગળ વધે તે માત્ર બે ઘડીમાં કેવળજ્ઞાન લઈ લે. જ્યારે પ્રભુ મહાવીરને આટલું પ્રાપ્ત કરવા માટે બાર વર્ષ અને તેર પખવાડીયા સુધી પુરુષાર્થ કરે પડ્યો. જ્યાં માત્ર બે ઘડીમાં પહોંચી શકાય ત્યાં પહોંચતા સાડાબાર વર્ષ ! | વિચારો બંધુઓ ! મહાવીર જેવા આત્માને આટલે સમય અને આટલે પ્રબળ પુરુષાર્થ ફરે પડયો તે આપણું શું ? ક્યાં છીએ આપણે ? એટલા લાખ કે એટલા કરોડ વર્ષે પણ આપણે ત્યાં પહોંચી શકીએ તે પણ આપણાં સદ્ભાગ્ય! કેટલા પુરુષાર્થની જરૂર છે આપણે! કલ્પનામાં ઉતરે છે ! સમજાય છે ! ભગવાન મહાર્વીરે દીક્ષા લીધા પછી બીજું કશું કર્યું જ નથી. માત્ર પુરુષાર્થને પુરુષાર્થ જ. દીક્ષા લેતાંની સાથે મૌન. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી મૌન, ઉપદેશ નહીં! જ્યાં સુધી મારા જ્ઞાન-દર્શન વડે જગતનાં સર્વ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ ન જાણું ત્યાં સુધી ઉપદેશ નહીં આપું. ત કે સિદ્ધાંતનું નિરૂપણ નહીં કરું. આજે એક પ્રકારે તત્વને કહ્યું અને કેવળજ્ઞાન થયા પછી એ બીજી રીતે કહેવાય તે ઉચિત નથી. માટે મૌન ભાવે, પ્રભુ વિચરી રહયા હતા. મારા પ્યારા બંધુઓ ! પ્યારી બહેને! મહાવીરનાં જીવનને જાણવું હશે તે તેમનાં સાધનાકાળનાં સાડાબાર વર્ષ ને જાણવા પડશે. આટલે