________________ 230 હું આત્મા છું શરીર પરની ચામડીની ખોળ ઉતારી નાખવી પડે. કારણ જુની ચામડી સુકાઈને સંકેચાવા માંડે, એ સાપના સુંવાળા શરીરને ખેંચવા માંડે. જે વેદના અસહ્ય હોય. કેટલા દિવસ સુધી એ પીડા સહન કરવી પડે. જ્યાં સુધી આખા શરીરની પૂરી ચામડી સૂકાઈ ન જાય અને નવી ચામડી પૂરી ન આવી જાય ત્યાં સુધી તેને ત્યાગ ન થઈ શકે. પણ જે ક્ષણે બધી જ ત્વચા સુકાઈ જાય તે ક્ષણે જ તેને શરીર પરથી ઉતારીને એ ભાગે કે પાછું વાળીને જુએ નહીં. એ ચામડીએ તેને એટલી પીડા આપી હોય કે પાછું વાળીને જોવાની ઈચ્છા જ ન રહે ! કેવી સુંદર ઉપમા આપી છે, સંસાર ત્યાગીઓને! સાંપની કાંચળીની જેમ સાધુ સર્વસ્વ ત્યાગ કરી સંસારથી ભાગી છૂટે છે. ફરી તેની સામું જેતે નથી. સંસારનાં સંબંધ, સર્વ બંધને જેને ખરેખર પીડાકારી લાગ્યા છે તેને જ એ અંતરથી છૂટી જાય છે જ્યારે અંતરથી છૂટે પછી તેનાં પ્રત્યે જરા પણ આસક્તિ નથી રહેતી. પ્રભુ મહાવીરે ઘણા ભવોમાં આ પીડાને અનુભવી છે. જે તેઓ જાણે છે તેથી જ સર્વસ્વ ત્યાગ કરી એકલા ચાલ્યા ગયા. - દીક્ષા લીધા પછી જ્યાં-જ્યાં વિચર્યા ત્યાં-ત્યાં ખૂબ-ખૂબ પરીષહે ઉપસર્ગો સહ્યા છે બંધુઓ ! ભૌતિક સંસારમાં કંઈક પામવું હોય તે પણે કેટલું સહન કરવું પડે છે! તે આ તે ભવ-ભવની યાત્રામાં જે નથી પામ્યા તેવું અપૂર્વ પામવું છે તે સહન કર્યા વગર ક્યાંથી મળી શકે ? અહીં થોડી તત્ત્વજ્ઞાનની વાત કરી લઈએ. છે તે થેડી સૂક્ષ્મ અને ગહન છતાં સમજવા જેવી છે. તેથી કહું છું. જીવ જ્યારે આત્મવિકાસ કરેતે ગુણસ્થાનનાં કામમાં આગળ વધે છે. ત્યારે જીવને બે વખત અપૂર્વકરણ થાય છે. અપૂર્વકરણ એટલે જ ભાવ ધારા આજ સુધી કદી ન આવી હોય. પૂર્વે જ નથી થયું તે થાય તેનું નામ અપૂર્વ અનાદિકાળનાં મિથ્યાત્વી જીવને શુભ ભાવે ઘણી વાર આવે. પુણ્યબંધ ઘણાં થાય. પણ જયાં સુધી શુદ્ધ આત્મદશાની અપૂર્વ ભાવધારા જાગૃત ન થાય ત્યાં સુધી સમ્યગ્ગદર્શનને સ્પર્શ ના થાય. કદી