________________ 228 હું આત્મા છું જે ભગવાનને મેં જોયા નથી તેમનું નામ કેવી રીતે બેલું ? તેમને નમન કેવી રીતે કરૂં? સંગમ દેવે જે ભગવાન બતાવ્યા તેમનું નામ બોલું છું, તેમને વંદન કરૂ છું બાળક વર્ધમાન શું બોલે છે તે કઈ સમજી શકયું નહીં. કુલપતિ તેમજ અન્ય વિદ્યાથીએ માત્ર હસી રહ્યાં છે. કુલપતિએ શા ખોલી તેમાંથી કલેક બોલાવવા શરૂ કર્યા. તે કહેઃ આ જુના લેક છે. તેમાં શું બોલવું? હું તે એવું ન બોલું મારી સામે જે આવે, જે જેઉં, જે જાણું તે જ બેલું અને સહુનાં આશ્ચર્ય વચ્ચે નવા-નવા સ-રસ, સરલ, અર્થગંભીર કલેક સ્વયં રચતા જાય છે અને બેલતે જાય છે. તેની અલૌકિક પ્રતિભા અને અસાધારણ પ્રજ્ઞાતે જ જોઈ કુલપતિ અંજાઈ ગયા. આ બાળકને ભણાવવાનું મારું ગજુ નથી એમ સમજી તે જ દિવસે સાંજે તેને વિદાય આપી દીધી. જેને આત્મા જ્ઞાન-તેજની દિપ્તિથી દિત છે તેને કેણ ભણાવી શકે? એના તેજ સામે ભલભલા પંડિતે પણ ઝૂકી જાય છે. તેનાં જ્ઞાન, તેજ આગળ સહુ ઝંખવાણા પડી જાય છે. કુમારને કેઈ ભણાવી શકહ્યું નહીં. ભણાવવાની જરૂર પણ ક્યાં હતી? કેવળજ્ઞાન-સંપૂર્ણજ્ઞાન પ્રગટ થવા માટે પ્રતીક્ષા કરી રહ્યું છે. તેને શું ભણતર ?? સમય વ્યતીત થતાં યુવાન થયાં. 30 વર્ષની ઉંમરે વડીલ બંધુ નદીવર્ધનની આજ્ઞા લઈ દીક્ષા લે છે. અહીં પણ કેટલાંક લોકો કહે છે. કે મહાવીર સ્વામીને તીર્થકર થવાનું હતું છતાં મા-બાપને દુઃખી નથી ક્ય, માતા-પિતા જીવિત હતા ત્યાં સુધી દીક્ષા નહીં લઉં એ નિશ્ચય કર્યો હતો. આ ઉદાહરણ આજ-કાલ દીક્ષા લેવા તૈયાર થાય તેવા ભાઈબહેનોને અપાય છે કે તમે મહાવીરથી પણ આગળ વધ્યા ? મા-બાપને દુઃખી કરે છે. પણ કહેનાર એ નથી વિચારતા કે મહાવીર જ્ઞાની હતાં તેઓ જાણતાં હતાં કે માતા-પિતાનાં મૃત્યુ પછી પણ પિતાનું આયુષ્ય કેટલું છે! અને બીજુ પિતાને જે જીવો સાથે સંસારમાં રહી ઋણાનુબંધ ભેગવવાનાં હતાં. એ કેટલાં સમયનાં છે એ પણ તેઓ જાણતાં હતાં.