________________ 226 હું આત્મા છું ગ્ય નથી. મહાવીરને મુષ્ટિ પ્રહારની જરૂર જ ના, આ વાત પણ પરિણત થઈ રહી છે. તેમનાં શરીરમાંથી છૂટતાં પરમાણું પણ પાવન હોય, મહા શક્તિશાળી હેય. દેવે જ્યારે મહાવીરને પિતાનાં ખભા પર બેસાડયાં હશે ત્યારે મહાવીરનાં શરીરના સ્પર્શથી, તેમનાં પવિત્ર પરમાણુનાં સ્પર્શથી દેવ શાંત થઈ ગયે હશે. મહાવીરની પરીક્ષા લેવાની કે તેમને ડરાવવાની વૃત્તિ પણ આપોઆપ ઉપશમી ગઈ હશે. પણ આપણી દષ્ટિ માત્ર સ્કૂલતાને જ માપી શકે છે. સુક્ષમતામાં જઈને જોતાં આપણને આવડતું જ નથી. આપણે આપણું માપથી જ બધાને માપીએ. પણ બંધુઓ ! એ મહામાનવને આપણી કુટપટ્ટી નાની પડે. એનાથી ન મપાય? આસ્તિયનાં ગુણોથી જેને આત્મા સરાબર ભર્યો છે. તેઓને કઈ દેવમાનવ કે પશુરૂપ નથી દેખાતું. પણ બધા જ આત્મા દેખાય છે. તેઓ કદી કઈને, કોઈપણ કારણે જરા માત્ર પણ દુઃખ દઈ શકે ખરા ? તે બંધુઓ ! પ્રભુ મહાવીરનાં જીવનમાં ઘટિત થયેલી ઘટનાઓને યથાર્થ રૂપે જાણવાને પ્રયાસ કરીએ. ખરેખર ! આપણે સહુ મહાવીરનાં અનુયાયી કહેવડાવીએ છીએ પણ મહાવીરને મહાવીરરૂપે ઓળખ્યા નથી. મહાવીરને ઓળખવા માટે આપણી દષ્ટિને બદલવી પડશે, આ ચક્ષુથી પ્રભુને નહીં ઓળખી શકીએ! મહાવીરનાં જીવનમાં બનેલી ઘટનાઓને યથાર્થ દષ્ટિકણથી મૂલવતાં શિખીએ તે જ મહાવીરનું સાચું સ્વરૂપ આપણી સામે આવશે. અને ખરેખર લોકેની દષ્ટિએ તેફાન દેખાય એવા કાર્ય પણ વર્ધમાન કરતા હતા. રાજ્યનું એક પ્રાણીસંગ્રહાલય હતું. વર્ધમાન 7-8 વર્ષને છે. તેથી તેને એ જોવા માટે લઈ ગયા. અનેક જાતનાં પશુ અને પંખીઓથી આખુંય સંગ્રહાલય ભર્યું હતું. આ જોઈને અન્ય બાળકો તે ખુશ થાય. નાચે-કૂદે પણ વર્ધમાનને તે જોતાં જ આંખે ઉદાસ થઈ ગઈ. ઘરે આવીને મા સાથે ઘણી ચર્ચા કરી. શા માટે મુક્ત ગગનમાં