________________ 224 હું આત્મા છું મમ્મી પાસે લઈ જઈ કહે મમ્મી, જે તે આના શરીરને રંગ કે સુંદર છે. જેને જેવી પણ ન ગમે. જોતાં જ આપણું મનમાં ધૃણા પેદા થાય. એવી ગોળીને એ પ્રેમ કરે. આમ અનેક જીવજંતુ સાથે એ વાતે કરે. માનવબાળ પર એ પ્રેમ નહી પણ પ્રાણુ સૃષ્ટિ એને બહુ વહાલી..! કહે જે આ યુગમાં એક સામાન્ય બાળ આટલી નિર્ભય અને પ્રાણું જગત પર પ્રેમ ધરાવનાર હોય તે વર્ધમાનની તે શું વાત કરવી ! એમનાં અંતરમાં તે વિશ્વનાં સમસ્ત જી પ્રત્યે અખૂટ વાત્સલ્યની ધારા વહેતી હતી. તેઓ માટે શું અશકય ? હા, તે તેઓ નાગરાજ સાથે વાત કરે છે. “નાગરાજ ! તમારી ફેણ કેટલી કેમળ છે. કેટલી મુલાયમ છે. જાણે રેશમની શૈય્યા ! શું મને તમારી ફેણ પર ન બેસવા દે ?" સાંભળીને દેવને ગર્વ ગળી ગયે. આવડા બાળકમાં આટલું સાહસ ? આવી નિર્ભયતા ? આટલે પ્રેમ ? અને દેવ ખુશ થઈ ગયા. પિતાની ફેણ ફેલાવી, પિતે જ એ બાળ વર્ધમાનને ઉઠાવી પોતાની ફેણ પર બેસાડી દીધું. વર્ધમાન નાગની ફેણ પર બેસી મેજ કરી રહ્યા છે. તેને મઝા આવે છે. અને દેવની ખુશી પણ સમાતી નથી. વળી વર્ધમાને પિતાનાં શરીરને સાવ હળવું કરી નાખ્યું જેથી સાપને વજન ન લાગે, કેટલી કરૂણા ? કઈ જીવને એ દુભમવા નથી માગતા. ડી વાર પછી સાપરૂપ દેવ પિતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને વર્ધમાનને ખોળામાં બેસાડી વહાલ કરવા માંડ્યા. બીજા બાળકે દૂર ઊભા-ઊભા બધે જ ખેલ જોઈ રહયા છે. દેવે વર્ધમાનને પુછયું: " બેટા ! તારું નામ શું ?" " વર્ધમાન ઉત્તર આપે છે. “લોકે મને વર્ધમાન કહે છે... “હા બેટા ! તું વર્ધમાન તે છે જ. રાત-દિવસ તારી વૃદ્ધિ થવાની જ છે. પણ તારું સાહસ અને શક્તિ જોઈને, તારી વીરતા અને નિર્ભયતા જોઈને હું તને વીર જ નહીં મહાવીર કહીશ!