________________ 222 હું આત્મા છું જે આમાં જરા-જરા જીવ બચે છે બાકી મરી ગયા ! માં મને બહુ દુખ થાય છે. ફરી ફૂલને ન ચૂંટીશ મા!” બંધુઓ ! આ શું છે ! ત્રણ વર્ષનાં બાળકમાં આ સમજણ? હા, મતિ શ્રત-અવધિ ત્રણ જ્ઞાન સાથે લઈને જનમે છે. પિતાનાં જ્ઞાનથી તેને બધે જ આત્માનાં દર્શન થાય છે. એણે ફૂલમાં આત્માને જે. એ જ રીતે એકવાર મા, વર્ધમાનને લઈ પાસેના બગીચામાં ફરવા ગઈ છે. લીલા ઘાસની લેનમાં મા, દાસીઓ સાથે ચાલી રહી છે. વર્ધમાન ન આવ્યું. દૂર ઊભે છે. મા બોલાવે છે. બેટા ! આવ જે અહીં કેવું સુંદર લીલું લીલું ઘાસ છે. કેટલી ઠંડક છે. આવ.” વર્ધમાન આવ્યું તે નહીં પણ માને કહેવા લાગ્યો. મા, એ ઘાસનાં જીવેને તે શા માટે કચરી નાખ્યા ? એને કેટલી પીડા થઈ રહી છે ? જે એનાં ઉઝરડા મારી પીઠ પર પડયા છે ! " માએ રેડીને વર્ધમાનને લઈ લીધું. તેની પીઠ પર જોયું તે તાજાજ ઉઝરડાનાં નિશાન હતાં. એમાંથી લેહી ફૂટવાની જ વાર હતી, મા શરમાઈ ગઈ, દુઃખી થઈ ત્રણ-ચાર વર્ષનાં અધ શિશુની દષ્ટિ ક્યાં-કયાં પહોંચે છે ? વાત-વાતમાં એ માતા-પિતાને સર્વને ટેકે છે. સૂકમ જીવની હિસા પણ એનાથી સહન નથી થતી. વર્ધમાનની આવી વાતે કયારેક માતાને ગમે છે. કયારેક સારી લાગે છે તે કયારેક આશ્ચર્ય પણ ઉપજાવે છે. ભગવાન મહાવીરનું જીવન અનેક પ્રસંગ—રંગથી ભરેલું છે. અહીં આપણે તેમાંનાં થડા પ્રસંગે જોઈશું. એક પ્રસંગ તે બહુ પ્રસિદ્ધ છે. કે વર્ધમાન આઠ વર્ષના છે અને અન્ય બાળકો સાથે રમી રહ્યાં છે. ત્યાં એક મેટે ભયંકર સાપ નીકળે. બધા જ બાળકે ડરીને આમ તેમ ભાગી ગયા. વર્ધમાન ન ડર્યા. તેણે પેલા સાપને ઉઠાવી દૂર-દૂર ફેંકી દીધે. આપણે સહુ જાણીએ છીએ આ પ્રસંગ, પણ કદી ઊંડાણમાં જઈ વિચાર્યું છે કે જે કરુણાસાગર પ્રભુનાં અંતઃકરણમાં ફૂલ પ્રત્યે કરૂણા હેય, એકેન્દ્રિય એવા લીલા ઘાસ માટે અનુકંપા છલકાતી હોય તે સાપ જેવા પ્રાણીને ફેંકી દઈ શકે ખરા ? ન જ બની શકે !