________________ વીરનું વીરત્વ 221 મા, ત્રિશલાએ આજની માતાએ ગાય છે એવું ને'તું ગાયું. એણે તે જગતનાં ઝેરને ઝીરવી મહાન બનવાનાં પયપાન કરાવ્યા હતાં એટલે જ એને શિશુ જગનાયક બન્ય, ત્રિલેકિનાથ થયે, વિશ્વવંદ્ય પરમાત્મા થયો. આવા ઉત્તમ હાલરડા સાંભળતા-સાંભળતા વર્ધમાન મોટા થઈ રહ્યાં છે. એ જાણે છે પિતે સિદ્ધ છે, બુદ્ધ છે. માના મુખેથી નીકળેલ ગીતે પણ આ ભાવેને વધુ ને વધુ પુષ્ટ કરી રહ્યાં છે અધ્યાત્મભાવે વધુ પરિપકવ થઈ રહ્યાં છે. માતાને રાજી રાખવા, નિર્દોષ બાળક જેવા તેકાન કરી રહ્યા છે. એના તોફાનમાં પણ તેનું આત્મતેજ ચમકે છે. એક વારની વાત છે. દાસીઓ માતા ત્રિશલાનું માથું ગુંથી રહી છે. સુંદર માથું ગુંથી બગીચામાંથી લાવેલા સુગંધી પુપિની વેણીથી માતાને શંગાર કરી રહી છે. બાળ વર્ધમાન ત્યાં જ આસપાસ રમી રહ્યાં છે. ત્રણ વર્ષની માત્ર ઉમર છે. દાસીઓ દ્વારા થતી સજાવટને એક નજરે જોઈ રહ્યા છે અને એકાએક રડવા માંડ્યા. માતા ગભરાણી શું થયું મારા લાલને ? દેડીને તેડી લે છે. “લાલૂ! શું થયું બેટા? કેમ રડે છે? મા! ફૂલને કેમ મારી નાખ્યા ?" ક્યાં માર્યા છે બેટા! ડાળીઓથી ચૂંટાયા છે. જે બેટા! કેવા સુંદર છે ફૂલ! કેવી મીઠી સુગંધી આવી રહી છે. લે! જે સુંઘ એને ?" “મા! આ ફૂલ ડાળીઓ પર રહેવા માટે છે. તારા માથાનાં શંગાર માટે નથી ! તને ખબર છે મા ! ડાળી પરથી ફૂલને ચૂંટી લઈએ તે એ મરી જાય! મા? મરેલા ફૂલથી તારા શરીરને તું શણગારે છે? શણગાર આનાથી ન થાય. મા તારું સૌંદર્ય તે તારામાં જ છે. તારો શણગાર તું તારામાંથી જ કર મા, ફૂલેથી ન કર !" બેટા ! હું કાંઈ સમજી નહીં. આ ફૂલ કયાં મર્યા છે? જે કેવા પ્રકુલિત છે ?" “મા! તને એ પ્રફૂલ્લિત દેખાય છે. મને તે મરેલા દેખાય છે. ને તેડી લેવા માંય " શું થય