________________ વીરનું વીરત્વ 219 a , બાળ-શિશ પારણામાં પિયે હોય છે ત્યારે માતા ત્રિશલા એને માટે હાલરડા ગાય છે તે પણ એવા જ ભાવવાહી હાય છે - ત્રિશલા માતા પારણુ ઝુલાવે, મહાવીર પોઢે રે રેશમ દોરે માતા હિંચળે, મહાવીર પોઢે રે. વીર થજે મારા બાળ જગતમાં ધીર ગંભીર તું થાજે જીવનમાં સ્નેહ થકી તુજ જીવન ભરજે આ સંસારે રે..... ત્રિશલા. ઘર ઘર વન-વન ઘૂમી વળજે અહિંસા પરમ ધર્મ તું જે જિન શાસનની જપેત બનીને મુક્તિ વરજે રે....ત્રિશલા. માતા ત્રિશલા હાલરડા ગાય છે તેમાં પણ સંસ્કારનું સિંચન થઈ રહ્યું છે. ધીર-વીર-ગંભીર બનવાની સૂચના આપે છે. જગતમાં હિંસાનું તાંડવ ખેલાઈ રહ્યું છે. માટે ગમે તેટલાં કષ્ટો વેઠવા પડે, વેઠીને, વન-- જંગલમાં ઘૂમીને, જગતનાં વિષ પીવા પડે તે પી જજે અને ઓડકાર અમતને ખાજે, પણ આ વિશ્વને અહિંસાને માર્ગ બતાવજે. જેના શાસનની ધ્વજાને વધુ ઉન્નત કરી અને ભવની તારી ઝંખનારૂપ મુક્તિને વરજે. બંધુઓ ! માતા પયપાન સાથે જ મુક્તિનાં રસ પાઈ રહી છે, આ છે ભારતની સંસ્કૃતિ, અરે! આ તે 2500 વર્ષ પહેલાની વાત થઈ પણ તે પછી થયેલા સંતેની માતાઓએ પારણામાં ઝૂલતા-અજ્ઞાન બાળકોને અંતરનાં કેવા અમી પાયા છે તેને વિચાર કરીએ ત્યારે જરૂર એમ થાય કે સંતેની મા થવાનું સૌભાગ્ય આવી સદ્દગુણ નારીઓને જ મળે. એવી માતાઓએ ગાયું છે.– सिद्धोसि युद्धोसि निरंजनोसि संसार माया परिवजितासि / संसार स्वप्न तज मोह निद्रा श्री कुन्दकुन्द जननीदमुचे // કેટલે ઊંચે આદર્શ છે? ગૂલામાં ઝૂલતાં શીશુને માતા કહે છે.