________________ 220 હું આત્મા છું બેટા! તું સિદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, નિરંજન-નિરાકાર તારું રૂપ છે તે ભલે આ સંસારમાં જન્મ લીધે પણ તારે સંસારની માયામાં ફસાવાનું નથી. આ માયા તે લેભામણું છે. પણ તારે તેને ત્યાગ કરવાને છે. એટલું જ નહી મેહની નિદ્રામાં આ સંસાર સ્વમવત્ છે. સંસારમાં જે સુખ દેખાય છે તે મેહનાં કારણે, વાસ્તવમાં સંસારમાં કંઈ નથી. માટે બેટા! મેહનિદ્રાને ત્યાગ કરી, તારા ચૈતન્યમાં તારે જ જાગૃત થવાનું છે. આ ઉદ્ગાર છે. કુંદકુંદાચાર્યની જનેતાનાં. વર્ષો પહેલાં થયેલા આ આચાર્ય જૈનેની દિગમ્બર શાખામાં થયાં અને તેઓએ અત્યંત સમૃદ્ધ એવા આગમ સાહિત્યની સમાજને ભેટ આપી. આવું અનુપમ કાર્ય એ આચાર્ય કરી ગયા. તેનાં મૂળમાં માતાનાં દૂધનાં સંસ્કાર ! જે સંસ્કાર બાળકને સંસારી થવા ન પ્રેરે પણ સાધક થવા પ્રેરે, નિર્ભયતા, નિલેપતા, સહિષ્ણુતા, આદિ ગુણેનું સિંચન એવું થાય કે ગમે તેવી પરિસ્થિતિમાં એ બાળક અડોલ રહી શકે ! પૂછે મારી બહેનને! કેવું–કેવું ગાય? અર્થ વગરનું? ભાઈ મારે બહુ ડા, ને પાટલે બેસીને ના પાટલે ગયે ખસી, ને ભાઈ પડયો રે હસી. અરે! આજનાં તકલાદી શરીરવાળે ભાઈ ! હાંતાં-ન્હાતાં પાટલેથી પડી જાય તે રોકકળ કરી મૂકે કે હસે! જે છે હસતાં કઈ ભાઈને ! અરે એટલું જ નહીં માનાં અંતરમાં પડેલી વેર-ઝેરની વૃત્તિ, હલકી વૃત્તિ શિશુને પારણામાંથી સાથે મળે? બાળકનાં પણ કેવા કમનશીબ? મા ગાય મોસાળ મામી જુઠી, ને ધકે લઈને રે ઉઠી. બાળકનાં કમળ મનમાં એક વાત બેસી જાય કે મામી નામનું પ્રાણી સારૂં હોય જ નહીં. હું એસાળ જઈશ એટલે મામી મને મારશે. આ શું છે? માની તુચ્છ વૃત્તિ! સંકુચિત દષ્ટિ ! અબોધ શીશુના મનમાં આવા ભાવે ભરી દે છે. પણ માને ખબર નથી પરિણામ શું આવશે ! પછી બાળકમાં ઉત્તમ સંસ્કાર આવે કઈ રીતે?