________________ વોરનું વરલ વીતરાગ પરમાત્મા અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના ચૈતન્યને સંપૂર્ણ પણે જાગૃત કરે છે. આવા ધનાનાં અભાવે જ અસીમ શક્તિ સંપન્ન, ચૈતન્ય, નિર્માલ્ય અનુભવાય છે. એકવાર પણ આરાધનાને રંગ જે એને ચડી જાય તે, ફરી-ફરી આરાધનાનાં યોગ પણ મળતાં રહે તથા એ આરાધના ચૈતન્યને તેની સંપૂર્ણ શક્તિ સાથે જાગ્રત કરી દે છે. ચૈતન્યની જાગૃતિ, ચૈતન્યની નિજાનુભૂતિ, ચૈતન્યની શક્તિઓનું સહજ ભાવમાં પરિણમન અને એ શક્તિઓનું આચરણમાં આવવું થાય છે. ત્યારે સ્થળ-કાળની સીમાઓ તૂટી જાય છે. આત્માએ એક વખત પોતાનાં પિતાને પારખી લીધું પછી શરીરની શક્તિ, શરીરની ઉમર સાથે બહુ વધારે સંબંધ રહેતું નથી. આજે પર્યુષણ પર્વને છઠ્ઠો દિવસ, પાંચ દિવસમાં આપણે ભગવાન મહાવીરનાં ભૂતકાળનાં ભ, તથા ગઈકાલે, મહાવીર પિતાનું મહાવીરત્વ પ્રાદુર્ભત કરવા આ અવની પર ત્રિશલાનાં ખેળે પુત્રરૂપે પ્રગટ થયા એ પણ જોયું. મહાવીર શીશુ છે. બાળક બનીને આવ્યા છે. પણ શરીરથી જ બાળક છે. તેમને ચૈતન્ય આત્મા તે આત્મ-મસ્તિમાં ઝુલી રહ્યો છે. જડ જગતનાં પસારામાં આ બાળક ક્યાંય લેભાત નથી. જેને અનુભવ માતાને ડગલેને પગલે થઈ રહ્યો છે. માતા બાળક વર્ધમાનને ઉછેરી રહી છે. પણ એ સમજે છે કે સર્વ સામાન્ય જે આ બાળક નથી, જગથી જૂદેરી એની જાત. એ ઉક્તિ પ્રમાણે એ સર્વથી જુદે જ છે. વર્ધમાનનાં આત્માની નિજાનુભૂતિ માતાના અંતઃકરણને પણ સ્પશી જાય છે અને તેથી જ જયારે